નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દઉબાનું રાજીનામું
Live TV
-
દેઉબાએ ગયા વર્ષે જૂનમાં જ વડાપ્રધાનનું પદ સંભાળ્યું હતું.
નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દઉબાએ અચાનક જ રાજીનામું આપી દીધું છે. દેઉબાએ ગયા વર્ષે જૂનમાં જ વડાપ્રધાનનું પદ સંભાળ્યું હતું. હવે તેમના રાજીનામા બાદ કે પી ઓલી ત્યાંના વડાપ્રધાન બનશે.નેપાળના દિગ્ગજ નેતા શેર બહાદુર દેઉબાએ જૂનમાં ચોથીવાર નેપાળના વડાપ્રધાન બન્યા હતા. ગયા વર્ષે મે મહિનામાં પુષ્પ કમલ દહલે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદથી આ પદ ખાલી હતું. દેઉબાએ નેપાળી કોંગ્રેસની સાથે એક સમજૂતી હેઠળ રાજીનામું આપ્યું હતું. ઓગસ્ટ 2016માં ગઠબંધન સમયે આવું નક્કી કરવામાં આવ્યું હતું કે બંને પાર્ટીઓના નેતા વારાફરથી વડાપ્રધાન બનશે. આ સમૂજતી હેઠળ જૂનમાં દેઉબા નેપાળના 40મા વડાપ્રધાન તરીકે બિરાજ્યા હતા.