ત્રાસવાદ સામે ફંડિગ આપનારા દેશોમાં પાકિસ્તાનને સામેલ કરાશે
Live TV
-
18થી 23 ફેબ્રુઆરી દરમિયાન, પેરિસમાં યોજાનારી નાણાકીય કાર્યવાહી કાર્યદળ અર્થાત F.A.D.A.ની બેઠક સમક્ષ આ દરખાસ્ત વિચારણા માટે મૂકવામાં આવશે.
અમેરિકા સહિતની વિશ્વ શક્તિઓએ, પાકિસ્તાન સામે કાર્યવાહી કરવા નિર્ણય લઈ લીધો છે. અમેરિકાએ ત્રાસવાદ માટે, મની લોન્ડરિંગ કરી રહેલા દેશોની યાદીમાં, પાકિસ્તાનને સામેલ કરવા પ્રસ્તાવ મૂકી દીધો છે. 18થી 23 ફેબ્રુઆરી દરમિયાન, પેરિસમાં યોજાનારી નાણાકીય કાર્યવાહી કાર્યદળ અર્થાત F.A.D.A.ની બેઠક સમક્ષ આ દરખાસ્ત વિચારણા માટે મૂકવામાં આવશે. આ એન્ટી મનીલોન્ડરિંગ એકમ, એ બાબત પર ધ્યાન આપશે કે પાકિસ્તાન વિશ્વના આતંકવાદી સંગઠનોને આર્થિક મદદ પહોંચાડી રહ્યું છે કે કેમ.? મની લોન્ડરિંગ અને ટેરર ફંન્ડિંગ વિરૂદ્ધ કાર્યવાહી ન કરનારા દેશોને F.A.D.A.ની યાદીમાં મૂકવામાં આવે છે. અમેરિકાએ હાફિઝ સઈદ સાથે સંકળાયેલા જમાત-ઉલ-દાવા અને ફલાહ-એ-ઈન્સાનિયત ફાઉન્ડેશનની સંપત્તિ જપ્ત કરવાના પાકિસ્તાનના નિર્ણય સામે પણ સવાલ ઉઠાવ્યા છે.