માલદીવ સંકટ - સેનાએ તમામ સાંસદોને સંસદની બહાર તગેડ્યા
Live TV
-
માલદીવના વિપક્ષી પાર્ટી MDPના સાંસદોએ સંસદની બહાર કાઢી મૂકતા ફોટો ટ્વીટર પર પોસ્ટ કર્યા
માલદીવમાં રાજકીય સંકટ ઘેરું થતું જાય છે. સૈન્યનું વર્ચસ્વ અને તુમાખી બંને વધી રહ્યા છે. મંગળવારે સૈન્યે દેશના સાંસદોને સંસદગૃહમાં પ્રવેશતાં અટકાવ્યા પછી ગુરુવારે ચિત્ર તેનાથી બિહામણુ થયું હતું.માલીના સૈન્યના જવાનોએ સંસદગૃહમાંથી એકેએક સાંસદને ઊંચકીને સંસદ બહાર રીતસર ફેંકી દીધા હતા. વિરોધપક્ષના સાંસદોએ આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતાં માલીનું બિહામણુ શાસકીય ચિત્ર ખુલ્લું પડી ગયું હતું.માલદીવમાં વર્તમાન પ્રમુખ અબદુલ્લા યામીન દેશમાં કટોકટી જાહેર કરી ચૂક્યા છે. વિરોધપક્ષ માલદીવન ડેમોક્રેટિક પાર્ટીના સભ્યોએ તસવીરો શેર કરતાં જણાવ્યું હતું.