ન્યુઝીલેન્ડ: ગ્રેબિયલ વાવાઝોડાને કારણે એક બાળક સહિત ચાર લોકોના મૃત્યુ
Live TV
-
50 લાખની વસ્તીમાં ત્રીજા ભાગના લોકોને અસર થવાની સંભાવના છે.
ન્યુઝીલેન્ડ સરકારે જણાવ્યું છે કે, ગ્રેબિયલ વાવાઝોડાને કારણે એક બાળક સહિત ચાર લોકોના મૃત્યુ થયું છે. આ વાવાઝોડાને કારણે ઉત્તર દ્વીપમાં પૂર આવતા ભૂસ્ખલન થયું છે. સ્થાનિક રહેવાસીઓએ અહીંયાથી દૂર જવાની ફરજ પડી છે. પ્રધાનમંત્રી ક્રિસ હિપકિંસે જણાવ્યું છે કે, આ સૌથી મોટી ઘટના છે, જેના કારણે 50 લાખની વસ્તીમાં ત્રીજા ભાગના લોકોને અસર થવાની સંભાવના છે. તો બીજી તરફ મોડી રાત્રે નોર્થ આઈલેન્ડમાં 6 તીવ્રતાએ ભૂકંપના આંચકા અનુભવાયા છે. વેલિંગ્ટન પાસે નોર્થ આઈલેન્ડના તટ પર આવેલ ભૂકંપથી જાનમાલને નુકસાન થવાના કોઈ સમાચાર સામે આવ્યા નથી.