પાકિસ્તાન: પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો
Live TV
-
પેટ્રોલની કિંમત 272 રૂપિયા પર પહોંચી ગઈ છે.
પાકિસ્તાન સરકારે ઈંધણના મૂલ્યમાં ફરી એકવાર વધારો કર્યો છે. પ્રતિ લીટર પેટ્રોલની કિંમતમાં 22.20 રૂપિયાનો વધારો કરતા પેટ્રોલની કિંમત 272 રૂપિયા પર પહોંચી ગઈ છે. પ્રતિ લીટર હાઈ સ્પીડ ડીઝલની કિંમતમાં 17.20 રૂપિયાનો વધારો કરતા 280 રૂપિયા પર પહોંચી ગયું છે. પ્રતિ લીટર કેરોસીનમાં 12.90 રૂપિયાની વૃદ્ધિ કરતા તેની કિંમત 73 રૂપિયા થઈ ગઈ છે. પાકિસ્તાનના સંઘીય રાજસ્વ બોર્ડે વેચાણ કર 17 રૂપિયાથી વધારીને 18 રૂપિયા કરી દીધો છે. જેનાથી રાજસ્વમાં વધુ 115 અરબ રૂપિયા જમા થશે.