તુર્કી અને સીરિયા બાદ ફિલિપાઈન્સમાં 6.1ની તીવ્રતાએ ભૂકંપના આંચકા અનુભવાયા
Live TV
-
કુદરતી આપત્તિના કારણે અનેક લોકો બેઘર થઈ ગયા છે.
તુર્કી અને સીરિયા બાદ ફિલિપાઈન્સના મસ્બાતે વિસ્તારમાં 6.1ની તીવ્રતાએ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપને કારણે કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ થઈ નથી. તો બીજી તરફ તુર્કી અને સીરિયામાં ભૂકંપને કારણે મૃતકોની સંખ્યા 41 હજારથી વધુ થઈ ગઈ છે. આ કુદરતી આપત્તિના કારણે અનેક લોકો બેઘર થઈ ગયા છે. ભૂકંપમાં બચી ગયેલા લોકોને સહાયતા આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. લોકો બિમારીથી દૂર રહે તે માટે આરોગ્ય વિભાગ સતત કામ કરી રહ્યું છે. તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈય્યબ એર્દોગેને જણાવ્યું છે કે, એક સપ્તાહમાં અસરગ્રસ્ત ભવનોના નુકસાનનું વિશ્લેષણ કરી લેવામાં આવશે અને તેના પુનર્નિમાણનું કાર્ય શરૂ કરી દેવામાં આવશે. વિશ્વ આરોગ્ય સંગઠને જણાવ્યું છે કે, વૈશ્વિક સ્તરે સીરિયાના ઉત્તર પશ્ચિમના લોકોના કલ્યાણ માટે ચિંતિત છે. સીરિયાના રાષ્ટ્રપતિ બશર-અલ-અસદને તુર્કી સાથેની સીમા ખોલવાનો આદેશ આપવામાં આવ્યો છે.