'ન્યૂ સ્ટાર્ટ' સંધિ પૂર્ણ થવી તે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે જોખમ: UN પ્રમુખ
Live TV
-
અમેરિકા અને રશિયા વચ્ચે પરમાણુ હથિયારોને સીમિત કરતી 'ન્યૂ સ્ટાર્ટ' સંધિની અવધિ પૂર્ણ થવી તે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે એક ગંભીર સંકેત છે.
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટરેસે ચેતવણી આપી. એન્ટોનિયો ગુટરેસે ચેતવણી આપતા જણાવ્યું છે કે, અમેરિકા અને રશિયા વચ્ચે પરમાણુ હથિયારોને સીમિત કરતી 'ન્યૂ સ્ટાર્ટ' સંધિની અવધિ પૂર્ણ થવી તે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે એક ગંભીર સંકેત છે. રશિયા અને અમેરિકાના રણનૈતિક પરમાણુ હથિયારો પર કોઈપણ પ્રકારની કાયદાકીય સીમા નહીં રહે. અમેરિકા અને રશિયા વિશ્વમાં સૌથી વધુ પરમાણુ હથિયારોના ભંડારના માલિક છે.
'ન્યૂ સ્ટાર્ટ' સંધિ
'ન્યૂ સ્ટાર્ટ' સંધિ રશિયા અને અમેરિકાના તહેનાત પરમાણુ હથિયારો અને હથિયારોને લઈ જતી પ્રણાલીઓ પર રોક લગાવતી હતી. આ સંધિ આજે પૂર્ણ થઈ રહી છે. શીત યુદ્ધના સમયે અને ત્યાર પછીના વર્ષોનાં આ બંને દેશો વચ્ચેના પરમાણુ હથિયાર નિયંત્રણે વિશ્વને મોટા સંકટથી બચાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ પ્રક્રિયા દરમિયાન બંને દેશોએ પોતાના જથ્થામાં હજારો પરમાણુ હથિયાર ઓછા કરી દીધા છે. એન્ટોનિયો ગુટરેસે બંને દેશોને અપીલ કરી છે કે, બંને દેશ વૈશ્વિક સુરક્ષા મજબૂત થાય તે પ્રકારની વ્યવસ્થા પર સહમત થાય. 'ન્યૂ સ્ટાર્ટ' સંધિ વર્ષ 2011માં લાગુ થઈ હતી.હથિયાર નિયંત્રણ વ્યવસ્થા બનાવવાની એક તક
એન્ટોનિયો ગુટરેસે જણાવ્યું છે કે, "રણનૈતિક હથિયાર નિયંત્રણથી સમગ્ર વિશ્વની સુરક્ષા વધુ મજબૂત બની છે. 'ન્યૂ સ્ટાર્ટ' સંધિ એવા સમયે પૂર્ણ થઈ છે, જ્યારે પરમાણુ હથિયારના ઉપયોગનું સૌથી વધુ જોખમ છે. આનાથી વધુ ગંભીર સમય ક્યારેય ના હોઈ શકે. તેમ છતાં આ અનિશ્ચિતતાના સમયમાં આપણે એક આશાવાદ રહેવું જોઈએ. આ એક રિસેટ કરવાની અને ઝડપથી બદલાતા માહોલ માટે યોગ્ય હથિયાર નિયંત્રણ વ્યવસ્થા બનાવવાની એક ખાસ તક છે."

