પર્યાવરણ એક્ટિવિસ્ટ ગ્રેટા થુનબર્ગને નોબલ શાંતિ પુરસ્કાર એનાયત કરાશે
Live TV
-
જ્યારે સમગ્ર વિશ્વ જળવાયુ પરિવર્તનના ગંભીર સંકટ સામે ઝઝુમી રહ્યું છે, તેવા સમયે જળવાયુ પરિવર્તન મુદ્દે દુનિયાભરમાં અનેક કાર્યક્રમ ચાલી રહ્યાં છે. આ કડીમાં એક નવું નામ જોડાયું છે, ગ્રેટા થુનબર્ગ. ગ્રેટા માત્ર 16 વર્ષની જ છે, જે જળવાયુ પરિવર્તનના સંકટ માટે કામ કરી રહી છે. પર્યાવરણ એક્ટિવિસ્ટ ગ્રેટાને નોબલ શાંતિ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવી છે. ગ્રેટાને 2018માં જળવાયુ પરિવર્તન અને તેનાથી થતાં દુષ્પ્રભાવને નજરઅંદાજ કરવાનું વલણ એટલું ચિંતાજનક અને ગંભીર લાગ્યું કે તેણે પર્યાવરણના જતન માટે એક અભિયાન શરૂ કરી દીધું. આ અભિયાનની શરૂઆત તેમણે એકલા જ કરી હતી. જો કેતેના આ પ્રયાસને જોતા , દુનિયાભરના લોકો, તેના આ અભિયાન સાથે જોડાઈ ગયા છે. ન્યૂયોર્ક પ્રશાસને 11 લાખ બાળકોને આ અભિયાનમાં જોડાવા માટેની પરવાનગી આપી છે. ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં , લગભગ એક લાખ લોકો આ મુદ્દાને લઇને રોડ પર ઉતરી આવ્યા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. આ વિરોધ પ્રદર્શન 27 સપ્ટેમ્બર સુધી ચાલશે. જળવાયુ પરિવર્તન મુદ્દે આ અત્યાર સુધીનો સોથી મોટો વિરોધ માનવામાં આવી રહ્યો છે. 23 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર જળવાયું સંમેલન યોજનાર છે, જેમાં ભાગ લેવા માટે ગ્રેટા ન્યૂયોર્ક પહોંચી છે
