'Howdy Modi!' માં મેગા પરફોર્મન્સ, PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ કરશે સંબોધન
Live TV
-
સાત દિવસના અમેરિકાના પ્રવાસ માટે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હ્યુસ્ટનમાં છે. 27 સપ્ટેમ્બર સુધીના પ્રવાસ દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ઘણા મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં ભાગ લેશે. Texas ના શહેર, હ્યુસ્ટનમાં યોજાનાર "હાઉડી મોદી" કાર્યક્રમની ચર્ચા દુનિયાભરમાં થઈ રહી છે.
"હાઉડી મોદી" પ્રોગ્રામમાં PM મોદી અમેરિકામાં રહેતા, 50 હજાર ભારતીયોને સંબોધન કરશે. આ અમેરિકામાં પ્રધાનમંત્રી મોદીનો સૌથી મોટો કાર્યક્રમ છે. દેશથી લઈ વિદેશમાં "હાઉડી મોદી" સૌથી મોટા કાર્યક્રમને લઈને ચર્ચા છે. હ્યુસ્ટનથી પ્રધાનમંત્રી મોદી ન્યૂયોર્ક જશે.
તેઓ સંયુક્ત રાષ્ટ્રમાં જળ વાયુ પરિવર્તનની સમસ્યાને પહોંચી વળવા માટે યોજાયેલ શિખર સંમેલનમાં ભાગ લેશે. તેઓ વૈશ્વિક સ્વાસ્થ્ય કવરેજ પર એક ઉચ્ચસ્તરીય બેઠકને પણ સંબોધિત કરશે. પ્રધાનમંત્રી મોદીએ 24 સપ્ટેમ્બરે હિન્દ પ્રશાંત દ્વીપોના નેતાઓની બેઠક બોલાવી છે.
મહાત્મા ગાંધીની 150 મી જન્મ જયંતિના ઉપલક્ષ્યમાં, સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ અવસરે "ગાંધી સૌર પાર્ક" અને "ગાંધી શાંતિ ઉપવનનું" ઉદઘાટન કરશે.
સ્વચ્છ ભારત અભિયાનના કુશળ નેતૃત્વ બદલ P.M મોદીને , બીલ એન્ડ મીલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન ના ગ્લોબલ ગોલ કીપર એવોર્ડથી, સન્માનિત કરવામાં આવશે. 25 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી, ન્યૂયોર્કમાં ગ્લોબલ બિઝનેસ ફોરમને સંબોધિત કરશે અને શુક્રવારે 27 સપ્ટેમ્બરે, તેઓ ન્યૂયોર્કમાં સંયુક્ત મહાસભાની બેઠકને પણ સંબોધિત કરશે.
