Skip to main content
Settings Settings for Dark

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં કટોકટી બાદ કડક સુરક્ષા, પેશાવરમાં માર્ગો અને શિક્ષણ બંધ

Live TV

X
  • પાકિસ્તાનમાં સુરક્ષા પ્રતિબંધોને પગલે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે અને નાગરિકોને અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો

    પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં કટોકટી લાગુ કરવામાં આવ્યા બાદ પેશાવર સહિતના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે. પેશાવરના મુખ્ય માર્ગો બંધ રાખવામાં આવ્યા હતા, જ્યારે શાળા, કોલેજો અને યુનિવર્સિટીઓમાં રજા જાહેર કરવામાં આવી હતી. સુરક્ષા પ્રતિબંધોને પગલે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે અને નાગરિકોને અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.

    પાકિસ્તાન સરકારે દાવો કર્યો છે કે, પ્રાંતીય સરકાર રાજ્યમાં વધી રહેલી આતંકવાદી પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મેળવવામાં નિષ્ફળ રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કટોકટી લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. પ્રાંતીય સરકારને સ્થગિત કર્યા બાદ પાકિસ્તાનના કાયદા મંત્રીએ PTIના કેટલાક નેતાઓની અટકાયત કરવામાં આવી હોવાની પણ માહિતી આપી છે.

    જોકે, પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI)એ સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો છે. પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે ઇમરાન ખાનના સમર્થકોને ઇસ્લામાબાદ તરફ કૂચ કરતાં રોકવા માટે કટોકટી લાગુ કરવામાં આવી છે.

    એક તરફ સરકાર આતંકવાદી પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવા માટે આ પગલાને જરૂરી ગણાવી રહી છે, તો બીજી તરફ PTIએ તેને રાજકીય વિરોધને દબાવવાનો પ્રયાસ ગણાવ્યો છે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે કડક સુરક્ષા વ્યવસ્થાને કારણે સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-10-2026 Max Temp : °C Min Temp : °C
apply