Skip to main content
Settings Settings for Dark

પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનને સામાન્ય ચૂંટણી પહેલા કેદની વધુ એકસજા ફટકારવામાં આવી

Live TV

X
  • ઇમરાન ખાન અને તેમની પત્ની બુશરા ખાનને સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે કારણ કે અદાલતે શોધી કાઢ્યું છે કે તેમના 2018 ના લગ્નએ કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. ઈમરાન ખાન પ્રથમ વખત વડા પ્રધાન બન્યા તેના સાત મહિના પહેલાં, જાન્યુઆરી 2018 માં ઈમરાન ખાને તેમના લગ્ન કરાર, "નિકાહ" પર હસ્તાક્ષર કર્યા હતા. મીડિયા અહેવાલો અનુસાર, બુશરા ખાન પર તેના અગાઉના જીવનસાથીને છૂટાછેડા અને ઇમરાન ખાન સાથે લગ્ન કર્યા પછી ઇસ્લામ દ્વારા ફરજિયાત "ઇદ્દત" પ્રતીક્ષા સમય પૂર્ણ કરવામાં નિષ્ફળ રહેવાનો આરોપ છે.

    આ અઠવાડિયે ભૂતપૂર્વ વડા પ્રધાન સામે આ ત્રીજો પ્રતિકૂળ ચુકાદો છે, અને તે 8મી ફેબ્રુઆરીએ યોજાનારી રાષ્ટ્રીય ચૂંટણી પહેલાં આવ્યો છે. ઈમરાન ખાનને ચૂંટણી લડવાની મનાઈ ફરમાવવામાં આવી છે કારણ કે તેમને તાજેતરમાં રાજ્યના રહસ્યો છતા કરવા બદલ દસ વર્ષની જેલની અને તેમની પત્ની સાથે રાજ્યની ચીજવસ્તુઓ ગેરકાયદેસર રીતે વેચવા બદલ અન્ય ચૌદ વર્ષની જેલની સજા કરવામાં આવી હતી. ઈમરાન ખાન રાવલપિંડીના ગેરીઝન શહેરમાં કેદ છે, જ્યારે તેમની પત્નીને ઈસ્લામાબાદમાં તેમના હિલટોપ ઘરમાં તેની મુદત પસાર કરવાની મંજૂરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2025 Max Temp : °C Min Temp : °C
apply