પાકિસ્તાનના પેશાવરથી ક્વેટા જતી ટ્રેનમાં ભયંકર વિસ્ફોટ, 2 મુસાફરોના મોત
Live TV
-
પાકિસ્તાનના પેશાવરથી કવેટા જતી જાફર એક્સપ્રેસમાં જોરદાર બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં 2 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે 4 મુસાફરો ઘાયલ થયા છે. કવેટા જતી જાફર એક્સપ્રેસ ચિચાવતની રેલવે સ્ટેશન પરથી પસાર થઈ રહી હતી ત્યારે આ વિસ્ફોટ થયો હતો. મળતી માહિતી પ્રમાણે પેશાવરમાં જાફર એક્સપ્રેસની બોગી નંબર-4 માં સિલિન્ડર ફાટ્યા બાદ વિસ્ફોટ થયો હતો. ટ્રેનમાં એક મુસાફર પોતાની સાથે સિલિન્ડર લઈને આવ્યો હતો. તેણે સિલિન્ડર બાથરુમમાં સંતાડી દીધો હતો અને આ સિલિન્ડર વિસ્ફોટ થયો હતો. ઘટના બાદ બોમ્બ સ્કવોડની ટીમ સાથે રેસ્કયુ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ગંભીર રીતે ઘાયલ મુસાફરોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિસ્ફોટ ઘણો જબરદસ્ત હતો તેથી મૃત્યુઆંક વધી શકે છે. વિસ્ફોટ થવા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.