પાકિસ્તાનના બલુચિસ્તાનમાં રેલ્વે લાઇન પર થયેલા વિસ્ફોટમાં અંદાજે 30 લોકોના મોત
Live TV
-
પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં આજે રેલ્વે લાઇન પર થયેલા વિસ્ફોટમાં અંદાજે 30 લોકોના મોતની આશંકા છે. જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે. તો, કાટમાળ નીચે ફસાયેલા મુસાફરોને હજુ પણ બચાવવામાં આવી રહ્યા હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. રાજધાની ક્વેટાના ચમન ફાટક રેલ્વે સ્ટેશન પાસે આ વિસ્ફોટ થયો હતો. જેમાં, ટ્રેનની સાથે નજીકમાં પાર્ક કરેલા અન્ય 10 વાહનોને નુકસાન થયું હતું. તો, બ્લાસ્ટ બાદ સાવચેતીના ભાગરૂપે પેશાવર જતી જાફર એક્સપ્રેસને ક્વેટા રેલ્વે સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી.
