Skip to main content
Settings Settings for Dark

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં એક પછી એક અનેક આતંકવાદી હુમલામાં 70 થી વધુ લોકો માર્યા ગયા

Live TV

X
  • હુમલામાં 14 સૈનિકો અને પોલીસ તેમજ 21 આતંકવાદીઓ માર્યા ગયા હતાં

    દક્ષિણ-પશ્ચિમ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં એક પછી એક અનેક આતંકવાદી હુમલામાં 70 થી વધુ લોકો માર્યા ગયા છે. સૈન્ય અને પોલીસ અધિકારીઓને ટાંકીને આ માહિતી આપવામાં આવી છે. પાકિસ્તાનની સૈન્યએ જણાવ્યું હતું કે લાસબેલા જિલ્લાના એક શહેર બેલામાં એક મુખ્ય હાઇવે પર વાહનોને નિશાન બનાવતા મોટા હુમલામાં 14 સૈનિકો અને પોલીસ તેમજ 21 આતંકવાદીઓ માર્યા ગયા હતાં. 

    મુસાખેલ જિલ્લામાં એક અલગ હુમલામાં, સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે હુમલાખોરોએ કથિત રીતે એક કાફલાને અટકાવ્યો હતો. તેમની પૂછપરછ કરતા તેઓ પંજાબના હોવાનું માલૂમ પડ્યું હતું. તેમજ 35 વાહનોને આગ લગાડવામાં આવી હતી. કલાતમાં પોલીસ ચોકી અને હાઇવે પર થયેલા હુમલામાં 10 લોકો - 5 પોલીસ અને 5 નાગરિકો  કથિત રીતે માર્યા ગયા હતાં. રેલવે અધિકારી મુહમ્મદ કાશિફે જણાવ્યું હતું કે 26 ઓગસ્ટે બોલાન શહેરમાં રેલવે બ્રિજ પર વિસ્ફોટ થયા બાદ ક્વેટા રેલ ટ્રાફિક સ્થગિત કરવામાં આવ્યો હતો. આ રેલ માર્ગ ક્વેટાને બાકીના પાકિસ્તાન સાથે તેમજ પડોશી દેશ ઈરાન સાથે રેલ લિંકને જોડે છે. અત્યાર સુધીમાં પોલીસને રેલ્વે બ્રિજ પર હુમલાના સ્થળ નજીકથી 6 અજાણ્યા મૃતદેહો મળી આવ્યા છે.

    જોકે બલૂચિસ્તાન પ્રાંતમાં ઘણા વર્ષોથી વિદ્રોહ ચાલી રહ્યો છે, ઘણા સશસ્ત્ર જૂથો ત્યાં હાજર છે. માનવ અધિકાર જૂથોએ બલૂચિસ્તાન ચળવળ પર પાકિસ્તાનના પ્રતિસાદની નિંદા કરી છે. તો પંજાબ પ્રાંતને જોડતા હાઈવે પર હુમલા કરતા પહેલા બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) એ લોકોને હાઈવેથી દૂર રહેવાની ચેતવણી આપી હતી. એક નિવેદનમાં જૂથે દાવો કર્યો હતો કે તેના લડવૈયાઓએ સાદા વસ્ત્રોમાં મુસાફરી કરી રહેલા સૈન્ય કર્મચારીઓને નિશાન બનાવ્યા હતાં, જેમની ઓળખ થયા બાદ ઠાર મારવામાં આવ્યા હતાં. જોકે પાકિસ્તાનના ગૃહ મંત્રાલયે કહ્યું કે માર્યા ગયેલા લોકો નિર્દોષ નાગરિકો હતાં. ઘાયલોને નજીકની હોસ્પિટલ ડેરા ગાઝી ખાનની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં.

    રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી અને આંતરિક મંત્રી મોહસિન નકવીએ અલગ-અલગ નિવેદનોમાં મુસાખૈલ હુમલાને "બર્બર" ગણાવ્યો અને કહ્યું કે હુમલાખોરો બચી શકશે નહીં. બલૂચિસ્તાનના મુખ્યમંત્રી સરફરાઝ બુગતીએ પણ વચન આપ્યું હતું કે હુમલાખોરોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે. સુરક્ષા દળોએ છેલ્લા 24 કલાકમાં સમગ્ર પ્રાંતમાં 12 વિદ્રોહી લડવૈયાઓને મારી નાખ્યા છે. BLA અગાઉ પણ બલૂચિસ્તાનમાં આવા હુમલાઓની જવાબદારી સ્વીકારી ચૂક્યું છે. મે મહિનામાં ગ્વાદરમાં સાત નાઈઓની હત્યા અથવા એપ્રિલમાં હાઈવે પરથી અનેક લોકોના અપહરણ અને હત્યાની જવાબદારીનો દાવો કરવામાં આવ્યો હતો. બલૂચિસ્તાનમાં BLA જેવા સશસ્ત્ર જૂથો અલગતાવાદનો હેતુ ધરાવે છે, ઘણીવાર પંજાબથી કામ કરવા આવતા મજૂરોને નિશાન બનાવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
apply