Skip to main content
Settings Settings for Dark

PM Modi અને રાષ્ટ્રપતિ જો બિડેન વચ્ચે બંને દેશની પ્રતિબદ્ધતા વિશે વાતચીત કરવામાં આવી

Live TV

X
  • પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ બિડેનને તેમની તાજેતરની યુક્રેનની મુલાકાત અંગે માહિતી આપી હતી

    26 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે ટેલિફોન પર વાત કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ ભારત-અમેરિકાની ભાગીદારી પ્રત્યે રાષ્ટ્રપતિ બિડેનની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી. બંને નેતાઓએ કહ્યું કે ભારત-અમેરિકાની ભાગીદારી બંને દેશોના લોકો તેમજ સમગ્ર માનવતા માટે ફાયદાકારક છે. તેઓએ યુક્રેન સહિત વિવિધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

    પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ બિડેનને તેમની તાજેતરની યુક્રેનની મુલાકાત અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ભારતને શાંતિ અને સ્થિરતા લાવવા માટે સંપૂર્ણ સમર્થન છે. બંને નેતાઓએ બાંગ્લાદેશમાં કાયદો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા અને લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે ક્વાડ સહિત બહુપક્ષીય સહયોગને મજબૂત કરવાની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો હતો.

    પ્રધાનમંત્રી મોદીએ ભારત-યુએસ કોમ્પ્રિહેન્સિવ ગ્લોબલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા માટે રાષ્ટ્રપતિ બિડેનનો આભાર માન્યો હતો. જે લોકશાહી, કાયદાના શાસન અને મજબૂત લોકો-થી-લોકો સંબંધો પર આધારિત છે. આ સંદર્ભમાં PM Modi એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું હતું કે અમે બાંગ્લાદેશની સ્થિતિ પર પણ ચર્ચા કરી હતી અને બાંગ્લાદેશમાં લઘુમતીઓ, ખાસ કરીને હિન્દુઓની સામાન્યતા અને સુરક્ષાને વહેલી તકે પુનઃસ્થાપિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

    ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી મોદી 21 અને 22 ઓગસ્ટના રોજ પોલેન્ડની મુલાકાતે હતાં. પોલેન્ડ પછી 23 ઓગસ્ટે તેમણે યુક્રેનની મુલાકાત લીધી. PM Modi ની આ મુલાકાત ઘણી મહત્વની હતી. તમને જણાવી દઈએ કે કોઈ ભારતીય પ્રધાનમંત્રી 45 વર્ષ પછી પોલેન્ડની મુલાકાતે ગયા છે. અગાઉ 1979 માં તત્કાલિન પ્રધાનમંત્રી મોરારજી દેસાઈ પોલેન્ડની મુલાકાતે ગયા હતાં. ઉપરાંત પ્રધાનમંત્રી મોદીની યુક્રેનની મુલાકાત એ 1991 માં યુક્રેનના રશિયાથી અલગ થયા પછી ભારતીય પ્રધાનમંત્રીની પ્રથમ મુલાકાત હતી.

    પોતાની મુલાકાતને લઈને PM Modi એ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, મારી યુક્રેનની મુલાકાત ઐતિહાસિક હતી. હું ભારત-યુક્રેન મિત્રતાને વધુ ગાઢ બનાવવાના ઉદ્દેશ્ય સાથે આ મહાન દેશમાં આવ્યો છું. મેં રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે વિશ્વસ્તરે વાતચીત કરી. હતી. ભારત દ્રઢપણે માને છે કે શાંતિ હંમેશા પ્રવર્તવી જોઈએ. હું યુક્રેનની સરકાર અને લોકોના આતિથ્ય માટે આભાર માનું છું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
apply