પાકિસ્તાનની નાપાક હરકત, ભારતીય અધિકારીઓ સાથે દુર્વ્યવહાર
Live TV
-
ભારતે ઈસ્લામાબાદમાં પોતાના ઉચ્ચાયોગ દ્વારા પાકિસ્તાનને એક 'નોટ વર્બેલ' આપ્યો છે. ઉચ્ચયોગના કર્મચારીઓનું કહેવું છે કે, 'ડરાવવા, ઘમકાવવા અને હેરાન કરવા' માટે પોતાનો વિરોધ દર્શાવવા હેતુ ભારતે આ રાજનૈતિક નોટ જારી કરી છે.
ત્રણ મહિનાથી પણ ઓછા સમયમાં આ 12મી વખત છે જ્યારે ભારતે આ રીતની રાજનૈતિક નોટ જારી કરી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને મોકલવામાં આવેલ આ નોટમાં ભારતીય ઉચ્ચયોગને હેરાન કરવાની સાથે સાથે એક બીજી 15 માર્ચની ઘટના પણ નોંધવામાં આવી છે.
મળતી માહિતી મુજબ ઈસ્લામાબાદના બ્લૂ એરિયામાં ખરીદી કરવા ગયેલા ભારતીય કમિશનના કેટલાક અધિકારીઓનો બે લોકોએ પીછો કરીને તેમને હેરાન કર્યા અને આપત્તિજનક ભાષાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.