ચોથીવાર રશિયાના રાષ્ટ્રપતિ બનશે વ્લાદિમીર પુટિન
Live TV
-
રશિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પુટિનને 76 ટકાથી પણ વોટ મળ્યા છે. પુટિને મતદાતાઓનો આભાર માનતા કહ્યું કે, જનતાએ તેમના પર વિશ્વાસ રાખીને વોટ આપ્યો છે.
રશિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વ્લાદિમીર પુટિને જબરજસ્ત જીત મેળવી છે. પુટિનને 76 ટકા મત મળતા વિપક્ષે ગોટાળાનો આરોપ પણ લગાવ્યો છે. જોકે પુટિનની જીતથી લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે રાષ્ટ્રપતિ પુટિન આગામી 6 વર્ષ માટે દેશના રાષ્ટ્રપતિ પદ માટે નિયુક્તિ થશે. પુટિન ચોથીવાર દેશની કમાન સંભાળશે. પુટિનનો કાર્યકાળ આગામી 2024 સુધી રહેશે.
ચૂંટણીના પરિણામ આવ્યા બાદ પુટિને મતદારોને સંબોધ્યા હતા. તેમણે કહ્યું કે, મતદારો મારા પર વિશ્વાર રાખી વોટ આપી મને જીત અપાવી છે.