PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુટિનને પાઠવ્યા અભિનંદન
Live TV
-
વ્લાદીમીર પુટિન ચોથીવાર રશિયાના રાષ્ટ્રપતિ બન્યા, મળ્યા 76% વોટ
PM નરેન્દ્ર મોદીએ રશિયાના ફરીથી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવેલા વ્લાદીમીર પુટિનને જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટેલિફોન કરી પુટિનને અભિનંદન પાઠવ્યા છે આ સાથે જ કહ્યુ કે, આ વર્ષે થનારા વાર્ષિક શિખર સંમેલનમાં રાષ્ટ્રપતિ પુટિનનું સ્વાગત કરવા માટે ભારત આશાન્વિત છે..પીએમે આશા વ્યક્ત કરી છે કે, પુટિનના નેતૃત્વમાં ભારત અને રશિયા વચ્ચે દ્વીપક્ષીય સંબંધો વધુ ગાઢ બનશે. રશિયામા રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન એક વાર ફરી 6 વર્ષ માટે રશિયાના રાષ્ટ્રપતિ બન્યા છે. રવિવારે થયેલી ચૂંટણીમાં તેમને 76 ટકા વોટ મળ્યા છે. જોકે વિપક્ષે ચૂંટણીમાં ગોટાળા થયા હોવાનો આરોપ લગાવ્યો.સેન્ટ્રલ ઈલેક્શન કમિશનના જણાવ્યા પ્રમાણે પુટિનને 76 ટકા વોટ મળ્યા છે.