પાકિસ્તાનમાં સંસદીય ચૂંટણી માટે આજે મતગણતરી, 18 હજાર ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં
Live TV
-
સામાન્ય ચૂંટણીના ‘સફળ આયોજન’ માટે પાકિસ્તાનને શુભકામનાઓ પાઠવી.
પાકિસ્તાનમાં સંસદીય ચૂંટણી માટે આજે મતગણતરી થઈ રહી છે. સંસદીય અને ચાર પ્રાંતીય વિધાનસભા માટે થયેલ ચૂંટણીમાં લગભગ 18 હજાર ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં છે. આ ચૂંટણીમાં 44 રાજનૈતિક દળોએ ભાગ લીધો છે. સંસદના નીચલા સદન નેશનલ એસેમ્બલીની 266 સીટ પર ચૂંટણી થઈ છે, ઉપરાંત વધુ 70 સીટ મહિલાઓ અને અલ્પસંખ્યકો માટે આરક્ષિત છે. ઉમેદવારના મૃત્યુના કારણે એક સંસદીય અને ત્રણ પ્રાંતીય વિધાનસભા ક્ષેત્રમાં ચૂંટણી સ્થગિત કરવામાં આવી છે. અંતરિમ પ્રધાનમંત્રી અનવારૂલ હક કાકરે સામાન્ય ચૂંટણીના ‘સફળ આયોજન’ માટે પાકિસ્તાનને શુભકામનાઓ પાઠવી છે.
ચૂંટણીમાં નવાઝ શરીફ અને બિલાવલ ભુટ્ટો વચ્ચે પ્રધાનમંત્રી પદ માટે જોરદાર ટક્કર છે. નેશનલ એસેમ્બલી માટે 5,121 ઉમેદવારો અને ચાર પ્રાંતીય એસેમ્બલી માટે 12,695 ઉમેદવારો છે. સામાન્ય ચૂંટણી માટે પાકિસ્તાનમાં લગભગ 6,50,000 સુરક્ષા કર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા હતા. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન અને અન્ય જેલમાં બંધ અગ્રણી રાજકારણીઓએ ચૂંટણી માટે જેલમાંથી પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કર્યું હતું. સામાન્ય ચૂંટણીના એક દિવસ પહેલા બુધવારે બલૂચિસ્તાન પ્રાંતમાં ચૂંટણી કાર્યાલયોને નિશાન બનાવતા બે બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યા હતા.
