Skip to main content
Settings Settings for Dark

પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીઓ પછી મતગણતરી, નવાઝ શરીફના પત્ની અને દીકરી મરીયમની જીત

Live TV

X
  • ઈમરાન ખાનની પાર્ટી તહરીક-એ-ઈન્સાફ 120 બેઠકો પર આગળ છે.

    પાકિસ્તાનમાં મુખ્યત્વે 3 પક્ષ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. ગઈકાલે સામાન્ય ચૂંટણી બાદ આજે મત ગણતરી થઈ રહી  છે.  મીડિયા અહેવાલો અનુસાર, અત્યાર સુધીના પ્રારંભિક વલણોમાં, ઈમરાન ખાનની પાર્ટી તહરીક-એ-ઈન્સાફ 120 બેઠકો પર આગળ છે. જ્યારે નવાઝ શરીફની પુત્રી અને PML-N પાર્ટીના ઉમેદવાર મરિયમ નવાઝ લાહોરના પંજાબ વિધાનસભા મતવિસ્તારમાં જીત તરફ આગળ છે. પાકિસ્તાનની ઈન્ટીરિયર મિનિસ્ટ્રીનું કહેવું છે કે, કમ્યુનિકેશનના અભાવ હોવાથી પરિણામ આવવામાં વિલંબ થઈ રહ્યો છે.

    પાકિસ્તાનમાં સંસદના નીચલા સદન નેશનલ એસેમ્બલીની 266 સીટ પર ચૂંટણી થઈ છે, ઉપરાંત વધુ 70 સીટ મહિલાઓ અને અલ્પસંખ્યકો માટે આરક્ષિત છે. ઉમેદવારના મૃત્યુના કારણે એક સંસદીય અને ત્રણ પ્રાંતીય વિધાનસભા ક્ષેત્રમાં ચૂંટણી સ્થગિત કરવામાં આવી છે. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન અને અન્ય જેલમાં બંધ અગ્રણી રાજકારણીઓએ ચૂંટણી માટે જેલમાંથી પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કર્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply