પેરિસમાં ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સની બેઠકમાં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં સામેલ કરાયુ
Live TV
-
ટેરર ફંડ મુદ્દે પાકિસ્તાન પર રહેશે વિશ્વની નજર, પાક. અર્થતંત્ર પર થશે તેની અસર
આતંકવાદનો ફેલાવો કરતા અને વિશ્વમાં પંકાયેલા દેશ પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે..પેરિસમાં ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સની બેઠકમાં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં સામેલ કરાયુ છે..ગ્રે લિસ્ટમાં સામેલ દેશો ઉપર ટેરર ફંડિગ મુદ્દે બાજ નજર રાખવામાં આવે છે..સૂત્રોના જણાવ્યા મુજબ પાકિસ્તાન વિરૂદ્ધ અમેરિકા દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવનો ભારત , બ્રિટન અને ફ્રાંન્સ જેવા દેશોએ સમર્થન કર્યુ હતુ..આ બેઠકમાં સૌથી મહત્વની વાત એ રહી હતી કે પાકિસ્તાનનો સદાબહાર મિત્ર એવા ચીને પણ પ્રસ્તાવ પર પોતાનો વાંધો પરત લઈ લીધો હતો..ગ્રે લિસ્ટમાં સામેલ થવાથી હવે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ઉપર તેની સીધી અસર થઈ શકે છે..પાકિસ્તાન સાથે વ્યાપાર કરવા ઈચ્છુક આંતરરાષ્ટ્રીય કંપનીઓ રોકાણ કરતા પહેલા સો વાર વિચાર કરશે..જેથી વિદેશ રોકાણ મેળવવુ હવે પાકિસ્તાન માટે કપરૂ બની જશે..