પાકિસ્તાન SCનો મોટો ઝટકો, નવાઝ શરીફ PML પાર્ટીના અધ્યક્ષ પદેથી હટાવ્યા
Live TV
-
સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેંચે કહ્યું કે, આર્ટિકલ 62 અને 63 અંતર્ગત પાર્ટીના અધ્યક્ષ પદેથી હટાવ્યા
નવાઝ શરીફને પાકિસ્તાની સુપ્રીમકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. નવાઝ શરીફને પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે તેમની પાર્ટીના અધ્યક્ષ પદેથી દૂર કર્યા છે. સુપ્રીમ કોર્ટના ત્રણ જજોની બેન્ચે કહ્યુ કે આર્ટિકલ 62 અને 63 અંતર્ગત અયોગ્ય કરાર થયેલા વ્યક્તિ કોઈ રાજકીય પાર્ટીનો પ્રમુખ રહી શકે નહી. સુપ્રીમના ચૂકાદાથી નવાઝ શરીફને પીએમએલ-એનના અધ્યક્ષ પદેથી હવે હટવુ પડશે.ઉલ્લેખનીય છે કે પનામા પેપર્સમાં નામ ઉછળ્યા બાદ નવાઝે પીએમ પદેથી રાજીનામુ આપ્યુ હતુ.સુપ્રીમ કોર્ટે નવાઝ શરીફને અયોગ્ય ઠેરવ્યા હતા.પાકિસ્તાનના ચીફ જસ્ટિસ મિયા સાકિબ નિસારની બેન્ચે આ નિર્ણય વિવાદીત ઈલેક્શન એક્ટ 2017ને પડકાર આપતી અરજી પર સંભળાવ્યો હતો.