સીરિયામાં બોમ્બમારામાં 200થી વધુ નાગરિકોના મોત
Live TV
-
સીરિયાના પૂર્વા ગાઉલા વિસ્તારમાં સતત ત્રણ દિવસથી ચાલી રહેલા હવાઈ હુમલામાં જાનમાલને ભારે નુકસાન
સીરિયામાં બળવાખોરોના કબજાવાળા પૂર્વીય ઘોઉટા વિસ્તારમાં સીરિયાના સૈન્યએ અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. સેનાના વિમાન વિસ્તારમાં દર મિનિટે 25થી 30 ગોળા ફેંકી રહ્યા છે. બળવાખોરો પર બે દિવસથી યથાવત આ બોમ્બવર્ષામાં અત્યાર સુધી અંદાજિત 250 લોકોનાં મોત થયા છે, જેમાં 57થી વધુ બાળકો સામેલ છે. યુનાઇટેડ નેશન્સના રિપોર્ટ અનુસાર, આ હુમલામાં 7 હોસ્પિટલ પણ નષ્ટ થઇ ગઇ છે અને જો બ્લાસ્ટ્સ આવી રીતે જ ચાલુ રહ્યો તો પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહેશે.