પેરિસમાં PSGની ચેમ્પિયન્સ લીગ જીત બાદ તોફાનો ફાટ્યાં, 400થી વધુની ધરપકડ
Live TV
-
ચેમ્પિયન્સ લીગની ફાઈનલમાં આર્સેનલ સામે પેરિસ સેન્ટ-જર્મેન (PSG) ની જીત ફ્રાન્સ માટે ઉત્સવને બદલે હિંસા અને અરાજકતાનો પર્યાય બની ગઈ છે. ફ્રાન્સના વિવિધ શહેરોમાં ફૂટબોલ ચાહકો અને પોલીસ વચ્ચે થયેલી અથડામણમાં 400થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેનાથી સમગ્ર દેશમાં ભારે ચકચાર મચી ગઈ છે.
ચેમ્પિયન્સ લીગની ફાઈનલમાં આર્સેનલ સામે પેરિસ સેન્ટ-જર્મેન (PSG) ની જીત ફ્રાન્સ માટે ઉત્સવને બદલે હિંસા અને અરાજકતાનો પર્યાય બની ગઈ છે. ફ્રાન્સના વિવિધ શહેરોમાં ફૂટબોલ ચાહકો અને પોલીસ વચ્ચે થયેલી અથડામણમાં 400થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેનાથી સમગ્ર દેશમાં ભારે ચકચાર મચી ગઈ છે.
પેરિસમાં અંધાધૂંધી: ઉજવણી પર હિંસાનું ગ્રહણ
PSG ની સતત બીજી જીતની ઉજવણી કરવા માટે હજારો ચાહકો પેરિસના પ્રખ્યાત 'ચેમ્પ્સ-એલીસીસ' (Champs-Élysées) પર ઉમટી પડ્યા હતા. જોકે, આ આનંદની ક્ષણો થોડી જ વારમાં હિંસક બની ગઈ હતી. ભીડ દ્વારા ફટાકડા અને ફ્લેર્સ ફોડવામાં આવ્યા હતા, રસ્તા પર ઈલેક્ટ્રિક બાઈક સળગાવી દેવામાં આવ્યા હતા અને દુકાનોના કાચ તોડવાની ઘટનાઓ સામે આવી હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. આ તોફાનોમાં ઓછામાં ઓછા 7 પોલીસ અધિકારીઓ ઘાયલ થયા છે. સરકારી અહેવાલ મુજબ, 6 વાહનો અને અનેક જાહેર મિલકતોને નુકસાન થયું છે. રવિવારે સવાર સુધીમાં દેશભરમાંથી 416 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી 280 લોકો માત્ર પેરિસમાંથી જ પકડાયા છે.રાજકીય ગરમાવો અને આક્રોશ
ફ્રાન્સના આંતરિક મંત્રી લોરેન્ટ નુનેઝે આ હિંસાને "સંપૂર્ણપણે અસ્વીકાર્ય" ગણાવી છે. બીજી તરફ, રાજકીય મોરચે પણ આ ઘટનાને લઈને તીખી પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. દૂર-જમણેરી નેતા મરીન લે પેને સોશિયલ મીડિયા પર આક્રોશ વ્યક્ત કરતા લખ્યું કે, "માત્ર ફ્રાન્સમાં જ ફૂટબોલ ક્લબની જીત તોફાનમાં ફેરવાય છે અને લોકોએ જીતની ઉજવણીને બદલે પોતાના ઘરમાં કેદ થઈને ડરવું પડે છે." નોંધનીય છે કે ગયા વર્ષે પણ PSG ની જીત બાદ હિંસા ભડકી હતી, જેમાં બે લોકોએ જીવ ગુમાવ્યા હતા. આજે પેરિસમાં વિજય પરેડનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન પણ હાજરી આપશે, પરંતુ આ હિંસાએ સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
