હવે યુગાન્ડામાં ઇબોલાનો પગપેસારો, 6 મહિનામાં રોગચાળો ખતમ કરવા DRCનું લક્ષ્ય
Live TV
-
ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC) અને યુગાન્ડામાં ઇબોલા વાયરસના વધતા જતા કેસો વચ્ચે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના ડાયરેક્ટર-જનરલ ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયેસસે એક મહત્વની અપીલ કરી છે. તેમણે જે દેશોએ ઇબોલાના ડરથી મુસાફરી પર પ્રતિબંધો લગાવ્યા છે અથવા સરહદો બંધ કરી દીધી છે, તેમને આ પગલાં પર પુનર્વિચાર કરવા વિનંતી કરી છે.

પ્રતિબંધોથી મુશ્કેલી વધશે: ટેડ્રોસ
ઇબોલા પ્રકોપનું મુખ્ય કેન્દ્ર એવા બુનિયામાં આયોજિત એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ટેડ્રોસે જણાવ્યું હતું કે, મુસાફરી પરના પ્રતિબંધોને કારણે ઇબોલા સામેની લડાઈ વધુ જટિલ બની શકે છે. તેમણે કહ્યું કે, "આવા પ્રતિબંધો પારદર્શિતા અને વિશ્વાસને ઘટાડે છે, જે જીવન બચાવવા માટે ખૂબ જ જરૂરી છે." તેમના મતે, જો દર્દીઓને સમયસર અને યોગ્ય તબીબી સારવાર મળે, તો ઇબોલામાંથી પણ સ્વસ્થ થવું શક્ય છે.
1000થી વધુ શંકાસ્પદ કેસ
આ આઉટબ્રેકમાં અત્યાર સુધીમાં ૧૦૦૦ થી વધુ શંકાસ્પદ કેસ નોંધાયા છે. બીજી તરફ, યુગાન્ડાએ પણ ગંભીર સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યાં રાજધાની કંપાલામાં નવા બે કેસ મળી આવ્યા બાદ કુલ કેસની સંખ્યા ૯ પર પહોંચી છે.
ડીઆરસી સરકારની તૈયારી
ડીઆરસીના આરોગ્ય મંત્રી રોજર કાંબાએ જણાવ્યું હતું કે, સરકારના અંદાજ મુજબ આગામી "ચાર થી છ મહિના" માં આ રોગચાળાને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવશે. હાલની પ્રાથમિકતા વાયરસને ત્રણ મુખ્ય પ્રાંતો—ઈતુરી, નોર્થ કિવુ અને સાઉથ કિવુ—સુધી મર્યાદિત રાખવાની છે.
સરકારે પોતાની લેબોરેટરી ક્ષમતામાં પણ મોટો વધારો કર્યો છે. હાલમાં આશરે ૯૦૦ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાંથી ૨૬૦ પોઝિટિવ આવ્યા છે. મંત્રીએ ખાતરી આપી હતી કે હવે દેશમાં દરરોજ ૨૦૦ થી ૩૦૦ નમૂનાઓનું પરીક્ષણ કરવાની ક્ષમતા કેળવાઈ ગઈ છે.