Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું

Live TV

X
  • સ્વામિનારાયણ સંતો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએકરી મંદિરમાં વૈશ્વિક આરતી

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અબુધાબી ખાતે ભવ્ય સ્વામિનારાયણ મંદિરનું લોકાર્પણ કર્યું હતું. આ મંદિર બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા - BAPS દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે. અબુધાબીમાં આ પહેલું હિન્દુ મંદિર છે. ત્યારે મંદિરમાં સ્વામી ઈશ્વર ચરણ દાસએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે UAEની ધરતીએ આ મંદિરના ઉદ્ઘાટન સાથે માનવતાના ઈતિહાસમાં એક સુવર્ણ અધ્યાય લખ્યો છે. આ દરમિયાન, પ્રધાનમંત્રીએ બોચાસણ સ્થિત શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) દ્વારા નિર્મિત વિશ્વભરના સ્વામિનારાયણ સંપ્રદાયના 1,200થી વધુ મંદિરોમાં એક સાથે કરવામાં આવતી "વૈશ્વિક આરતી"માં પણ ભાગ લીધો હતો.

    પીએમે કહ્યું, હું ભારત માતાનો પૂજારી છું

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંદિરના ઉદ્ઘાટન બાદ પોતાના સંબોધનમાં કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિરનું વર્ષો જૂનું સપનું પૂરું થયું છે. રામલલા પોતાના ઘરે બેઠા છે. આખું ભારત અને દરેક ભારતીય હજુ પણ એ પ્રેમમાં ડૂબેલો છે. હવે મારા મિત્ર બ્રહ્મવિહારી સ્વામી કહેતા હતા કે મોદીજી સૌથી મહાન પૂજારી છે, મને ખબર નથી કે મારામાં મંદિરના પૂજારી બનવાની યોગ્યતા છે કે નહીં, પણ મને ગર્વ છે કે હું મા ભારતીનો પૂજારી છું.

    140 કરોડ દેશવાસીઓ મારા આદર્શ છે: પીએમ મોદી

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભગવાને આપેલ શરીરનો દરેક કણ માત્ર ભારત માતા માટે છે. 140 કરોડ દેશવાસીઓ મારા આદર્શ છે. મેં આ મંદિર અબુધાબીમાં જોયું છે. આપણા વેદોમાં કહેવાયું છે – એકમ સત્ય, વિપ્ર બહુધા વદન્તિ, એટલે કે વિદ્વાનો એક જ સત્યને જુદી જુદી રીતે કહે છે. આ દ્રષ્ટિ ભારતની મૂળભૂત ચેતનાનો એક ભાગ છે. આ મંદિર સાંપ્રદાયિક સૌહાર્દ અને વિશ્વની એકતાનું પ્રતિક બનશે. તેમણે કહ્યું કે મંદિરના નિર્માણ માટે UAE સરકારના ગમે તેટલા વખાણ કરવામાં આવે તે ઓછા પડશે. UAEના પ્રમુખ શેખ મોહમ્મદ ઝાયેદ અલ નાહ્યાને કહ્યું હતું કે મંદિર માત્ર બનાવવું જોઈએ નહીં પરંતુ તે જેવું દેખાવું જોઈએ.

    આ પહેલા મોદી અલગ-અલગ ધર્મના લોકોને મળ્યા હતા, જેમણે અહીં પ્રથમ મંદિરના નિર્માણમાં યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત મંદિરમાં વર્ચ્યુઅલ ગંગા અને યમુના નદીઓમાં પણ જળ ચઢાવવામાં આવ્યું હતું. મંદિરના સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, ભવ્ય મંદિરનું નિર્માણ હસ્તકલા અને સ્થાપત્ય શાસ્ત્રોમાં વર્ણવેલ પ્રાચીન બાંધકામ શૈલી અનુસાર કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે આ પશ્ચિમ એશિયાનું સૌથી મોટું મંદિર છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply