પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૈંતોગટાર્ન શિનાવાત્રાને થાઈલેન્ડના વડાપ્રધાન બનવા પર અભિનંદન પાઠવ્યા
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૈંતોગટાર્ન શિનાવાત્રાને થાઈલેન્ડના વડાપ્રધાન તરીકે નિયુક્ત થવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
તેમના સફળ કાર્યકાળની શુભેચ્છા પાઠવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આશા વ્યક્ત કરી હતી કે,” આવનારા સમયમાં બંને દેશો વચ્ચેના સંબંધો, વધુ મજબૂત બનશે.”
તેમણે કહ્યું કે,” સંસ્કૃતિ, સભ્યતા અને લોકો વચ્ચેના સંબંધોના પાયા પર આધારિત બંને દેશો વચ્ચે સંબંધોનો ઐતિહાસિક વારસો છે.”
નોંધનીય છે કે, ભૂતપૂર્વ વડાપ્રધાન થાક્સિનની પુત્રી પૈંતોગટાર્ન શિનાવાત્રાને આજે સવારે, ફેઉ થાઈ પાર્ટીના મુખ્યાલયમાં થાઈલેન્ડના 31માં વડાપ્રધાન તરીકે, નિયુક્ત કરવાનો શાહી આદેશ મળ્યો હતો.
37 વર્ષીય પૈંતોગટાર્ન, ઈતિહાસમાં થાઈલેન્ડના સૌથી યુવા વડાપ્રધાન છે.
