પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનક સાથે ફોન પર વાતચીત કરી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે સાંજે યુકેના પ્રધાનમંત્રી ઋષિ સુનક સાથે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાના માધ્યમો પર ચર્ચા કરી હતી અને પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું.
એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમણે યુકેના પ્રધાનમંત્રી સાથે વાત કરી અને તેઓ સંમત થયા કે આતંકવાદ અને હિંસા માટે કોઈ સ્થાન નથી અને નાગરિકોના મૃત્યુ એ ગંભીર ચિંતાનો વિષય છે. તેમણે પ્રાદેશિક શાંતિ, સુરક્ષા, સ્થિરતા અને સતત માનવતાવાદી સહાય તરફ કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત આરબ અમીરાત (UAE)ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી હતી. બંને નેતાઓએ પશ્ચિમ એશિયા ક્ષેત્રના વિકાસ પર વિચારોની આપ-લે કરી હતી. બંને નેતાઓએ આતંકવાદ, બગડતી સુરક્ષા સ્થિતિ અને નાગરિકોના જાન પર પણ ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને UAEના રાષ્ટ્રપતિએ પણ સુરક્ષા અને માનવતાવાદી પરિસ્થિતિના વહેલા ઉકેલ માટે હાકલ કરી હતી. તેઓએ પ્રદેશમાં ટકાઉ શાંતિ, સુરક્ષા અને સ્થિરતાના મહત્વ પર ભાર મૂક્યો હતો. બંને નેતાઓએ ભારત-યુએઈ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના માળખામાં વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો હતો.
