Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંયુક્ત રાષ્ટ્ર અમીરાતના પ્રવાસનો આજે બીજો દિવસ

Live TV

X
  • ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રી દ્વીપક્ષીય બેઠક કરશે

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંયુક્ત રાષ્ટ્ર અમીરાતના પ્રવાસનો આજે બીજો દિવસ છે. બીજા દિવસની શરુઆત પ્રધાનમંત્રી દુબઇ ખાતે સંયુક્ત રાષ્ટ્ર અમીરાતના રાષ્ટ્રપતિ, રક્ષા મંત્રી અને પ્રધાનમંત્રી શેખ મોહમ્મદ બીન રાશીદ અલ મખ્તુમ સાથે દ્રીપક્ષીય બેઠકથી થશે.

    બેઠકમાં બંને દેશો વચ્ચે પહેલાથી મજબુત સંબંધોને વધારે મજબુત બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે..બેઠક બાદ પ્રધાનમંત્રી મોદી ભારત માર્ટનો શુભારંભ કરશે. જેનો ઉદ્દેશ ભારતીય ઉત્પાદનોને વિશ્વ સ્તરે પ્રદર્શીત કરવાનો છે.

    આ માર્ટ થકી બંને દેશોના વ્યાપાર સંબધને વધારે મજબુત કરવા પર ભાર મુકાશે. આજે બપોરે પ્રધાનમંત્રી વર્લ્ડ ગવર્મેન્ટ સમિટમાં વિશ્વના નેતાઓને સંબોધન કરશે...આ અગાઉ  પ્રધાનમંત્રી મોદી અને યુએઇના શેખ વચ્ચે પ્રતિનિધીમંડળની બેઠક મળી હતી.

    બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર સમજૂતી પર હસ્તાક્ષર થયા હતા. બન્ને દેશો વચ્ચે રોકાણ  અંગે હસ્તાક્ષર થયા છે, સાથે જ ડિજિટલ અવસંરચના પરિયોજના પર સહયોગ માટે સમજૂતિ સધાઈ છે. UPI અને યુએઈને પરસ્પર જોડવા માટે સમજૂતિ સધાઈ છે. ડેબિટ અને ક્રેડિટ કાર્ડને પરસ્પર જોડવા માટે પણ સમજૂતિ થઈ હતી. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2015માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક મુલાકાત લીધી હતી. આ પછી, બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં અપગ્રેડ કરવામાં આવ્યા હતા.

    વિદેશ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભારત-મિડલ ઈસ્ટ ઈકોનોમિક કોરિડોર (IMEC) સંબંધિત આંતરસરકારી માળખા પર બંને દેશો વચ્ચે સમજૂતી થઈ છે. IMEC ભારત-મધ્ય પૂર્વ-યુરોપ કોરિડોરનો ભાગ હશે. ભારત, UAE, અમેરિકા, ફ્રાંસ, ઇટાલી અને સાઉદી અરેબિયાના વડાઓની હાજરીમાં સપ્ટેમ્બર 2023માં નવી દિલ્હીમાં G-20 સમિટ દરમિયાન આ અંગેનો કરાર થયો હતો. આ સિવાય ઉર્જા ક્ષેત્રમાં નવા સહયોગ માટે ઈલેક્ટ્રિકલ ઈન્ટરકનેક્શન અને ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply