Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાતે UAEમાં છે. આજે પ્રધાનમંત્રી અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. આ સિવાય તેઓ ભારત માર્ટનું ઉદ્ઘાટન કરશે.પોતાના પ્રવાસના પહેલા દિવસે પીએમ મોદીએ UAEના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે અબુ ધાબીમાં બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) હિંદુ મંદિર, UAE માં પ્રથમ હિંદુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. BAPS હિંદુ મંદિર લગભગ 27 એકર જમીન પર બનેલ છે અને આ મંદિરનું નિર્માણ કાર્ય 2019 થી ચાલી રહ્યું છે. આ મંદિર માટે જમીન UAE સરકારે દાનમાં આપી છે.

    મંદિરનું નિર્માણ કરનાર બોચાસણ નિવાસી શ્રી અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના આંતરરાષ્ટ્રીય સંબંધોના પ્રમુખ સ્વામી બ્રહ્મવિહારીદાસે મંગળવારે જણાવ્યું હતું કે મંદિરના ખૂણેખૂણે ભારતનું થોડુંઘણું છે. અહીં તમને વારાણસીના ઘાટની ઝલક પણ જોવા મળશે. અબુધાબીમાં બનેલું હિન્દુ મંદિર 108 ફૂટનું છે. તેમાં 40,000 ક્યુબિક ફૂટ માર્બલ, 1,80,000 ક્યુબિક ફૂટ સેન્ડસ્ટોન, 18,00,000 ઈંટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરમાં 300 સેન્સર લગાવવામાં આવ્યા છે.

    તમને જણાવી દઈએ કે આ મંદિરનો શિલાન્યાસ વર્ષ 2018માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યો હતો, હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મંદિરનું ઉદ્ઘાટન પણ કરશે. BAPS હિન્દુ મંદિરની ઊંચાઈ 108 ફૂટ હોવાનું કહેવાય છે. મંદિરમાં 40 હજાર ક્યુબિક મીટર માર્બલ અને 180 હજાર ક્યુબિક મીટર સેન્ડસ્ટોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરની રચના વૈદિક સ્થાપત્યના આધારે કરવામાં આવી છે.આ મંદિર UAEની રાજધાની અબુ ધાબીમાં 'અલ વકબા' નામની જગ્યા પર બનાવવામાં આવ્યું છે. આ ધાર્મિક સ્થળ 20,000 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. હાઈવેને અડીને આવેલ અલ વાકબા નામનું સ્થળ અબુ ધાબીથી લગભગ 30 મિનિટ દૂર છે. તેની કલ્પના લગભગ અઢી દાયકા પહેલા 1997 માં BAPS સંસ્થાના તત્કાલિન વડા સ્વામી મહારાજ દ્વારા કરવામાં આવી હતી.

    ભારત-યુએઈ વચ્ચે દ્વિપક્ષીય રોકાણ સંધિ પર થયા હસ્તાક્ષર

    ગઇકાલે પ્રધાનમંત્રી મોદી અને યુએઇના શેખ વચ્ચે પ્રતિનિધીમંડળની બેઠક મળી હતી. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર સમજૂતી પર હસ્તાક્ષર થયા હતા. બન્ને દેશો વચ્ચે રોકાણ  અંગે હસ્તાક્ષર થયા છે, સાથે જ ડિજિટલ અવસંરચના પરિયોજના પર સહયોગ માટે સમજૂતિ સધાઈ છે..UPI અને યુએઈને પરસ્પર જોડવા માટે સમજૂતિ સધાઈ છે. ડેબિટ અને ક્રેડિટ કાર્ડને પરસ્પર જોડવા માટે પણ સમજૂતિ થઈ હતી.ઉપરાંત ભારત-મધ્ય પૂર્વના દેશો વચ્ચે આર્થિક કોરિડોર બનાવવા માટે ભારત અને યુએઈ વચ્ચે સમજૂતિ થઈ છે. બંને નેતાઓએ યુએઇમાં યુપીઆઇ રૂપે કાર્ડ લોન્ચ કર્યું હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply