પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી-7 શિખર સંમેલનમાં ભાગ લેવા પહોચ્યાં ફ્રાંસના બિયારીટઝ
Live TV
-
પ્રધાનમંત્રી જી-સેવન બેઠકમાં ભાગ લેવા ફ્રાંસ ના બિયારીઝ પહોચ્યા છે. આ પહેલા અખાતી દેશ બહરિનની મુલાકાતે પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુલતાન હમદ બિન ઇસા અલ ખલીફા સાથે દ્વિપક્ષીય અને પ્રાદેશિક મુદ્દે મંત્રણા કરી હતી. બંને દેશો વચ્ચે સંસ્કૃતિ, અંતરિક્ષ, સૌર ઊર્જા સહિતના મુદ્દે સમજુતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને બહરિનના સર્વોચ્ચ સન્માન ધ કિંગ હમદ ઓર્ડર ઓફ રેનેસાથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી મોદી એ બહરીનની રાજધાની મનામા ખાતે 200 વર્ષ જૂના શ્રીનાથજી મંદિરના પુનરોદ્વારના શુભારંભ પ્રસંગે હાજરી આપી હતી. તેમણે પુનરોદ્વાર પ્રોજેક્ટ શરૂ થવાની તખ્તીનું અનાવરણ પણ કર્યું હતું.
