G7 સમિટઃ UN ચીફ સાથે પ્રધાનમંત્રી મોદીએ કરી મુલાકાત
Live TV
-
જી-7 શિખર સંમેલન અંતર્ગત મોદીએ UN ચીફ એન્તોનિયો ગુતારેસની મુલાકાત કરી હતી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી-7 શિખર સંમેલનમાં ભાગ લેવા ફ્રાન્સના બિયારીટઝમાં પહોંચ્યા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને અન્ય રાષ્ટ્રોના ટોચના નેતાઓ સાથે કરશે વાતચીત કરશે. ફ્રાંસના દક્ષિણ પશ્ચિમમાં સમુદ્ર કિનારે સ્થિત શહેર બિઆરિટ્સમાં જી-7 શિખર સંમેલન અંતર્ગત મોદીએ UN ચીફ એન્તોનિયો ગુતારેસની મુલાકાત કરી હતી.
વડાપ્રધાન મોદી બહેરીનથી બિઆરિટ્ઝ પહોંચ્યા છે. વડાપ્રધાન કાર્યાલયે ટ્વીટ કર્યું હતું કે,'વડાપ્રધાન મોદી અને સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ ગુતારેસ વચ્ચે જી-7 શિખર સંમેલન હેઠળ મુલાકાત થઈ હતી. બન્ને નેતાઓએ અલગ અલગ વિષયો પર સાર્થક ચર્ચા પણ કરી હતી.'
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વીટ કરી હતી કે,'પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિઆરેત્ઝમાં જી7 શિખર સંમેલન અંતર્ગત સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્તોનિયો ગુતારેસને મળ્યા હતાં. સંયુક્ત રાષ્ટ્રમાં 'ક્લાઈમેટ એક્શન સમિટ'માં ભારતની ભાગીદારી અને પરસ્પર હિતના મુદ્દે વિચારોનું આદાન-પ્રદાન થયું હતું.' બન્ને નેતાઓ વચ્ચે આ મુલાકાત જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરવા અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વહેંચવાની પૃષ્ઠભૂમિમાં થઈ હતી.
આ પહેલા નરેન્દ્ર મોદીએ બ્રીટિશ પીએમની પણ મુલાકાત કરી હતી અને બન્ને નેતાઓએ વ્યાપાર-રોકાણ તેમજ સુરક્ષા તથા અન્ય મુદ્દે પણ વાતચીત કરી હતી. પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું હતું કે, 'પ્રધાનમંત્રી મોદીએ મુલાકાત કરી હતી અને શરુઆતમાં પ્રધાનમંત્રી જૉનસનને એશિઝની ત્રીજી ટેસ્ટમાં જીત બદલ અભિનંદન પણ પાઠવ્યાં હતાં.
