Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા મામલે માલદીવ સરકારે 3 મંત્રીઓને કર્યા સસ્પેન્ડ

Live TV

X
  • માલદીવ સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ત્રણ મંત્રીઓને સસ્પેન્ડ કરી દીધા છે.

    માલદીવ સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ત્રણ મંત્રીઓને સસ્પેન્ડ કરી દીધા છે. માલદીવના યુવા મંત્રાલયનો ભાગ મરિયમ શિઉના, માલશા શરીફ અને મહઝૂમ મજીદને પીએમ મોદી વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ સસ્પેન્શનનો સામનો કરવો પડ્યો હતો. 

    માલદીવના મીડિયા રિપોર્ટ્સે શિઉના, માલશા અને મહઝૂમ માજિદને બરતરફ કર્યાની પુષ્ટિ કરી છે. નોંધનીય છે કે, પીએમ મોદીની લક્ષદ્વીપ મુલાકાત બાદ માલદીવ સરકારના મંત્રીઓએ ઘણી ટીકા કરી હતી. સોશિયલ મીડિયા યુઝર્સ, મંત્રીઓ દ્વારા કરાયેલી વિવાદાસ્પદ ટિપ્પણી પર ઉગ્ર રીતે ટ્રોલ કરી રહ્યા છે. લોકો માલદીવ પર સતત પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. સાથોસાથ #BoycottMaldives સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે. 

    બીજી તરફ, માલદીવ સરકારે આ અંગે સ્પષ્ટતા આપતાં નિવેદન જારી કર્યું હતું. જેમાં કહેવામાં આવ્યું છે કે, તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિદેશી નેતાઓ અને ટોચની વ્યક્તિઓ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓની નોંધ લીધી છે. વિદેશ મંત્રાલયે એમ પણ કહ્યું કે, આ ટિપ્પણીઓ વ્યક્તિગત છે અને તે માલદીવ સરકારના વિચારોનું પ્રતિનિધિત્વ કરતી નથી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
apply