બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રી શેખ હસીના ચોથી વખત બનશે પ્રધાનમંત્રી
Live TV
-
બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રી શેખ હસીના રવિવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ગોપાલગંજ-3 બેઠક પરથી જીતીને ચોથી વખત સત્તામાં પાછા ફર્યા.
બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રી શેખ હસીના રવિવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ગોપાલગંજ-3 બેઠક પરથી જીતીને ચોથી વખત સત્તામાં પાછા ફર્યા. હિંસાના છૂટાછવાયા બનાવો અને મુખ્ય વિપક્ષી પાર્ટી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) અને તેના સાથી પક્ષો દ્વારા થયેલા બહિષ્કાર વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં હસીનાની પાર્ટી અવામી લીગે બે તૃતીયાંશ બેઠકો જીતી હતી. હસીનાની પાર્ટીએ અત્યાર સુધી 300 સભ્યોની સંસદમાં 200 સીટો જીતી છે. રવિવારે મતદાન બાદ હજુ પણ મતગણતરી ચાલુ છે.
ચૂંટણી પંચના પ્રવક્તાએ કહ્યું કે, અમે અત્યાર સુધી ઉપલબ્ધ પરિણામોના આધારે અવામી લીગને વિજેતા કહી શકીએ છીએ પરંતુ બાકીના મતવિસ્તારોમાં મત ગણતરી પૂર્ણ થયા બાદ અંતિમ જાહેરાત કરવામાં આવશે. શેખ હસીનાને 2,49,965 વોટ મળ્યા જ્યારે તેમના નજીકના હરીફ અને બાંગ્લાદેશ સુપ્રીમ પાર્ટીના એમ નિઝામ ઉદ્દીન લશ્કરને માત્ર 469 વોટ મળ્યા હતા.
બાંગ્લાદેશમાં મતદાન સમાપ્ત થઈ ગયું છે અને મતગણતરી ચાલુ છે. હિંસાના છૂટાછવાયા બનાવો વચ્ચે રવિવારે બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. બાંગ્લાદેશમાં રવિવારે મુખ્ય વિપક્ષી પાર્ટી BNP અને તેના સહયોગીઓ દ્વારા બહિષ્કાર વચ્ચે મતદાન યોજાયું હતું. સવારે 8 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે 4 વાગ્યે પૂરું થયું હતું. દેશમાં 40 ટકા મતદાન થયું હતું. આજે સોમવારે વહેલી તકે અંતિમ પરિણામોની આવી શકે છે.