પ્રધાનમંત્રી મોદીનું બેંગકોકમાં ભારતીય સમુદાયે ઉષ્માભર્યું સ્વાગત કર્યું
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસના થાઈલેન્ડના પ્રવાસે છે. બેંગકોંગ પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ત્યાંના ઉચ્ચ અધિકારીઓએ સ્વાગત કર્યું હતું.
તેઓ હોટલ પર પહોંચતા ભારતીય સમુદાયના લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ત્રણ દિવસના આ પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી મોદી ત્રણ સમિટમાં ભાગ લેશે.
જેમાં આસિયાન-ઈન્ડિયા, ઈસ્ટ ઈન્ડિયા અને ક્ષેત્રીય વ્યાપક આર્થિક ભાગીદારી સમિટનો સમાવેશ થાય છે. પ્રવાસના પ્રથમ દિવસે થાઈલેન્ડમાં વસતા ભારતીયોને સંબોધિત કરવા ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગુરુ નાનક દેવની 550મી જયંતિ પ્રસંગે સિક્કા તેમજ તમિલ ગ્રંથ તિરૂક્કુરલનો થાઈ અનુવાદ પણ જાહેર કરશે.
ઉપરાંત રવિવારે તેઓ આસિયાન-ઈન્ડિયા સમિટમાં ભાગ લેશે, તો સોમવારે બપોરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઈસ્ટ ઈન્ડિયા સમિટમાં હાજરી આપશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ પ્રવાસનો ઉદ્દેશ્ય ભારતના આસિયાન દેશો સાથે સંબંધો મજબૂત બનાવવાનો છે.
