'સવાદી, મોદી' કાર્યક્રમમાં PM મોદીનું સંબોધન, થાઈલેન્ડના કણકણમાં ભારતીયતા
Live TV
-
પ્રધાનમંત્રી ત્રણ દિવસ માટે થાઈલેન્ડના પ્રવાસે ગયા છે. તેઓ આજે બેંગકોક ખાતે પહોંચીને ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરી રહ્યા છે.
તેમણે ભારતીયોને સંબોધિત કરતા કહ્યું હતું કે, પ્રાચીન સુવર્ણભૂમિ, થાઈલેન્ડમાં તમારા બધાની વચ્ચે છું તો લાગતું નથી કે, હું વિદેશમાં છું.
વધુમાં તેમણે કહ્યું હતું કે, આ માહોલ, વેશભૂષા અને દરેક તરફથી મને પોતીકાપણું લાગે છે. થાઈલેન્ડમાં પોતીકાપણું લાગે છે. અહીંના કણકણમાં ભારતીયતાની મહેક છે. પ્રધાનમંત્રી મોદીએ થાઈલેન્ડમાં વસતા ભારતીયોને દિવાળી તથા છઠપૂજાની શુભેચ્છા આપી હતી.
તેમણે પોતાની થાઈલેન્ડની યાત્રા અંગે કહ્યું હતું કે, હું ત્રણ વર્ષ પહેલા થાઈલેન્ડના રાજાના નિધન પર શોક વ્યક્ત કરવા રૂબરબ આવ્યો હતો, અને હવે થાઈલેન્ડની આ મારી પહેલી ઓફિશિયલ યાત્રા છે. આજે થાઈલેન્ડના નવા રાજાના કાર્યકાળમાં અને મારા મિત્ર એવા પ્રધાનમંત્રી 'પ્રયુત ચાન ઓ ચ' ના નિમંત્રણ પર હું ભારત-આસિયાન સમિટમાં ભાગ લેવા આવ્યો છું.
