Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી મોદી આજે COP-28ની વર્લ્ડ ક્લાઈમેટ સમિટમાં ભાગ લેશે,

Live TV

X
  • પ્રધાનમંત્રી મોદી આજે COP-28ની વર્લ્ડ ક્લાઈમેટ સમિટમાં ભાગ લેશે, પ્રધાનમંત્રીનું દુબઈમાં ભારતીય મૂળના લોકો દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે  COP-28ની વર્લ્ડ ક્લાઈમેટ સમિટમાં ભાગ લેવા દુબઈ પહોંચ્યા હતા. જ્યાં ભારતીય સમુદાયે તેમનું સ્વાગત કર્યું. પીએમ મોદી વર્લ્ડ ક્લાઈમેટ એક્શન સમિટના ઉદઘાટન સત્રને સંબોધિત કરશે. આ ઉપરાંત તેઓ ત્રણ ઉચ્ચ સ્તરીય કાર્યક્રમોમાં પણ ભાગ લેશે. ભારત આમાંથી બે કાર્યક્રમોની સહ અધ્યક્ષતા કરી રહ્યું છે. ગ્રીન ક્રેડિટ પહેલ ભારત અને UAE દ્વારા સંયુક્ત રીતે આયોજિત પ્રથમ ઉચ્ચ સ્તરીય ઇવેન્ટ હશે. ઉર્જા સ્ત્રોતોમાં સંક્રમણની બીજી ઇવેન્ટ, LEED-IT-2, ભારત અને સ્વીડન દ્વારા સંયુક્ત રીતે યોજવામાં આવશે. આ સમિટમાં ક્લાઈમેટ ફાઈનાન્સ પર સ્પષ્ટ એકશન પ્લાન પર સહમતિ સાધવામાં આવશે. તેમજ પીએમ મોદી અન્ય નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે. નોંધનીય છે કે, સંયુક્ત આરબ અમીરાતની અધ્યક્ષતામાં 28 નવેમ્બરથી શરૂ થયેલી આ કોન્ફરન્સ 12 ડિસેમ્બર સુધી ચાલશે.

    આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર્યાવરણ સંરક્ષણ માટે જરૂરી ભંડોળ એકત્ર કરવા, પર્યાવરણને અનુકૂળ કાર્ય કરવા માટે ભંડોળ પૂરું પાડવા અને ઉદ્યોગોને પર્યાવરણને અનુકૂળ બનાવવા માટે રચાયેલી વિવિધ દેશોની બેઠકોમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી આ મહત્વપૂર્ણ વૈશ્વિક બેઠકમાં ત્રીજી વખત ભાગ લેશે. આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2015માં પેરિસ કોન્ફરન્સ અને વર્ષ 2021માં ગ્લાસગો (યુકે) કોન્ફરન્સમાં ભાગ લીધો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply