Skip to main content
Settings Settings for Dark

ઈઝરાયેલ અને હમાસ છ દિવસીય યુદ્ધવિરામ સમાપ્ત થવાની 8 મિનિટ પહેલા જ યુદ્ધવિરામને એક દિવસ વધારવા માટે સંમત થયા

Live TV

X
  • ઇઝરાયેલની સેનાએ એક નિવેદનમાં જણાવ્યું કે પેલેસ્ટિનિયન કેદીઓની અદલાબદલી અને બંધકોની મુક્તિ માટે મધ્યસ્થીઓની માંગને ધ્યાનમાં રાખીને યુદ્ધવિરામ ચાલુ રહેશે. મધ્યસ્થીઓ દ્વારા બંધકોને છોડાવવાના પ્રયાસોને ધ્યાનમાં રાખીને સૈન્ય કાર્યવાહી બંધ કરવામાં આવશે. શરૂઆતમાં બંને પક્ષો વચ્ચે 4 દિવસના યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારબાદ ગાઝા પર ઈઝરાયેલની બોમ્બમારો બંધ થતાં લોકોએ રાહત અનુભવી હતી.

    યુદ્ધવિરામ હેઠળ, હમાસ દરરોજ 10 બંધકોને મુક્ત કરશે. તેના બદલામાં ઇઝરાયલ 30 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે. ઇઝરાયલની સેનાએ કહ્યું કે યુદ્ધવિરામની અન્ય શરતો પર હજુ પણ વાટાઘાટો ચાલી રહી છે. આ યુદ્ધવિરામનું વિશ્વભરના દેશોએ સ્વાગત કર્યું છે.

    યુદ્ધવિરામના છઠ્ઠા દિવસે હમાસે 5 બાળકો સહિત કુલ 16 લોકોને મુક્ત કર્યા હતા. પ્રથમ બે રશિયન-ઇઝરાયલી મહિલાઓને મુક્ત કરવામાં આવી હતી. બાદમાં 10 ઈઝરાયલ અને 4 થાઈલેન્ડના નાગરિકોને મુક્ત કરવામાં આવ્યા હતા. હમાસ સામેના હવે લગભગ 159 બંધકો બાકી છે. બદલામાં ઇઝરાયલે લગભગ 30 પેલેસ્ટાઈન કેદીઓને પણ મુક્ત કર્યા હતા.

    યુદ્ધને કારણે ગાઝામાં માનવીય સંકટ છે. અહીં લોકો પાસે રહેવા માટે ઘર નથી. લોકો રસ્તા પર સૂવા મજબુર થયા છે. ખોરાક અને પાણી પણ મેળવવું મુશ્કેલ છે. યુદ્ધવિરામ દરમિયાન રાહત સામાન લઈને ટ્રકો આવી રહી છે, પરંતુ લોકોને આ સામાન લેવા માટે લાંબી કતારોમાં ઉભા રહેવું પડે છે.

    યુનો સ્થિત ભારતમાં સ્થાયી પ્રતિનિધિ રૂચિરા-કમ્બોજે મહાસભામાં જણાવ્યું હતું કે, 'અમારા પ્રધાનમંત્રી ગાઝામાં શાંતિ માટે પ્રયાસો કરે છે. અમે માત્ર ચિંતા જ વ્યકત કરી નથી. પરંતુ ગાઝામાં 70 ટકા માનવીય સહાય પણ મોકલી છે. તેના 16.5 ટન તો માત્ર દવાઓ અને ચિકીત્સા સુવિધાઓ છે. ભારત હંમેશા સાર્વભૌમ અને સ્વતંત્ર પેલેસ્ટાઇની તરફેણ કરે છે અને વિવાદને મંત્રણા દ્વારા ઉકેલવા તથા બે રાષ્ટ્ર સિદ્ધાંતને સમર્થન પણ આપે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply