ભારતનું G20 પ્રમુખપદ આજે સમાપ્ત થશે
Live TV
-
આજે ભારતના G20 પ્રમુખપદનો છેલ્લો દિવસ છે. બ્રાઝિલ આવતીકાલથી આગામી એક વર્ષ માટે G20 પ્રમુખપદનું નેતૃત્વ કરશે. ભારતના G20 પ્રમુખપદ હેઠળ, 18મી G20 સમિટ આ વર્ષે સપ્ટેમ્બરમાં નવી દિલ્હીમાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. સમિટ દરમિયાન G20 દેશોના સભ્યો દ્વારા અનેક વૈશ્વિક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે અનેક પાથ બ્રેકીંગ પહેલ અને નિર્ણયો લીધા છે.
આફ્રિકન યુનિયનને G20ના દાયરામાં સામેલ કરવાનો મહત્વનો નિર્ણય હતો. આ ઉપરાંત, ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સે વૈશ્વિક સહયોગને પ્રોત્સાહન આપીને જૈવ ઇંધણના ઉપયોગને વધુ સક્રિય બનાવવાની શરૂઆત કરી હતી. બીજો મહત્વનો નિર્ણય ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર અને વૈશ્વિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ માટે ભાગીદારીનો પ્રારંભ હતો. આ પહેલ ભારત, પશ્ચિમ એશિયા અને યુરોપ વચ્ચે આર્થિક એકીકરણનું અસરકારક માધ્યમ છે અને વૈશ્વિક જોડાણ અને વિકાસ માટે ટકાઉ દિશા પ્રદાન કરે છે. G20 નવી દિલ્હી નેતાઓની ઘોષણા સર્વસંમતિથી અપનાવવામાં આવી હતી જે વિશ્વ મંચ પર ભારતની વધતી જતી પ્રતિષ્ઠાને દર્શાવે છે.
શિખર સંમેલન દરમિયાન, પ્રધાનમંત્રીએ દાયકાઓથી ચાલી રહેલી સમસ્યાઓના નવા ઉકેલની શોધ કરતી વખતે માનવ-કેન્દ્રિત અભિગમ અપનાવવા માટે વિશેષ ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું ઉદાહરણ આપીને વિકાસમાં ટેક્નોલોજીના મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો હતો. ભારતની G20ની અધ્યક્ષતાએ તમામ રાષ્ટ્રોને મુશ્કેલ મુદ્દાઓને નિવારવા એક સાથે લાવવામાં સફળતા હાંસલ કરી છે.
