પ્રધાનમંત્રી મોદી ચીનમાં શાંઘાઈ સહયોગ સંગઠનના નેતાઓ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ચીનના તિયાનજિનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના સભ્ય દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે. તેઓ આજે રાત્રે સભ્ય દેશોના રાજ્ય અને સરકારના વડાઓ માટે આયોજિત સ્વાગત સમારંભમાં પણ હાજરી આપશે.
વિદેશ મંત્રાલયમાં સચિવ (પશ્ચિમી બાબતો) તન્મય લાલે કહ્યું છે કે SCOની સ્થાપના આતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદનો સામનો કરવાના પ્રાથમિક ધ્યેય સાથે કરવામાં આવી હતી, જે આજે પણ એક પડકાર છે.
ભારત 2017થી SCOનું સભ્ય છે. ભારત ઉપરાંત, બેલારુસ, ચીન, ઈરાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, પાકિસ્તાન, રશિયા, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન પણ તેના સભ્યો છે.
