Skip to main content
Settings Settings for Dark

ફિફા વર્લ્ડ કપ 2026: કેનેડાએ રચ્યો ઈતિહાસ, પ્રથમવાર અંતિમ 16માં પ્રવેશ, સાઉથ આફ્રિકા બહાર

Live TV

X
  • ફિફા વર્લ્ડ કપ 2026ના રાઉન્ડ ઓફ 32ના પ્રથમ મુકાબલામાં કેનેડાએ શાનદાર પ્રદર્શન કરતા સાઉથ આફ્રિકાને 1-0 થી હરાવ્યું છે. લોસ એન્જલસ સ્ટેડિયમમાં મળેલી આ જીત સાથે કેનેડાએ ઈતિહાસ રચ્યો છે. ટીમે વિશ્વ કપમાં પહેલીવાર અંતિમ 16માં પોતાની જગ્યા પાકી કરી લીધી છે.

    મેચની શરૂઆતથી જ સાઉથ આફ્રિકા કેનેડા પર હાવી જોવા મળી હતી અને ટીમે સતત આક્રમક રમત દ્વારા ડિફેન્સ પર દબાણ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. સાઉથ આફ્રિકા તરફથી કેટલાક સારા મૂવ જોવા મળ્યા હતા, પરંતુ ટીમ તેને ગોલમાં તબદીલ કરી શકી નહોતી. બીજી તરફ, કેનેડા પાસે પહેલા હાફની અંતિમ મિનિટોમાં ગોલ કરવાની બે શ્રેષ્ઠ તકો આવી હતી, પરંતુ ટીમ તેનો લાભ ઉઠાવી શકી નહોતી.

    મોઈઝ બોમ્બિટોના શાનદાર હેડરને સાઉથ આફ્રિકાના ડિફેન્ડર ઓબ્રે મોડિબાએ ગોલલાઈન પાસેથી ક્લિયર કર્યો હતો, જ્યારે તાજોન બુકાનનના શાનદાર શોટને ગોલકીપર રોનવેન વિલિયમ્સે સફળતાપૂર્વક બચાવી લીધો હતો. પ્રથમ હાફમાં બંનેમાંથી કોઈ પણ ટીમ ગોલ કરી શકી નહોતી.

    બીજા હાફમાં સાઉથ આફ્રિકાની સરખામણીમાં કેનેડાની ટીમ વધુ આક્રમક અંદાજમાં જોવા મળી હતી. ટીમે સાઉથ આફ્રિકાના ગોલ પર એક પછી એક હુમલા કર્યા હતા. જોકે, સાઉથ આફ્રિકાના મજબૂત ડિફેન્સે કેનેડાને લીડ લેવા દીધી નહોતી. મેચની 75મી મિનિટે કેનેડાએ મોટી ચાલ ચાલતા સ્ટાર ખેલાડી અલ્ફોન્સો ડેવિસને મેદાનમાં ઉતાર્યો હતો. ડેવિસે મેદાનમાં આવતાની સાથે જ પોતાની ગતિ અને ડ્રિબલિંગ દ્વારા સાઉથ  આફ્રિકાના ડિફેન્સ પર દબાણ બનાવ્યું હતું.

    મેચ વધારાના સમય (એક્સ્ટ્રા ટાઈમ) તરફ આગળ વધતી જોવા મળી રહી હતી, પરંતુ ઇન્જરી ટાઈમની બીજી મિનિટમાં કેનેડાના કેપ્ટન સ્ટીફન યુસ્ટાક્વિઓએ બોક્સની બહારથી શાનદાર શોટ લગાવ્યો, જે સીધો ગોલ પોસ્ટમાં ગયો હતો. સ્ટીફનનો આ ગોલ નિર્ણાયક સાબિત થયો અને તેમણે સહ-યજમાન ટીમના ચાહકોને ઝૂમવાની તક આપી હતી. રાઉન્ડ ઓફ 32 પછી કેનેડાએ પહેલીવાર અંતિમ 16માં પોતાનું સ્થાન પાકું કર્યું છે. અગાઉ, 1986 અને 2022માં કેનેડા વિશ્વ કપ રમવા ઉતરી હતી. પરંતુ બંને વખતે ટીમનો પ્રવાસ ગ્રુપ સ્ટેજમાં જ પૂર્ણ થયો હતો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply