બાંગ્લાદેશમાં ઓક્સિજન પ્લાન્ટમાં વિસ્ફોટ થતા આગ ફાટી નીકળતા 6 લોકોનાં મોત, 30થી વધુ લોકો ઘાયલ
Live TV
-
બાંગ્લાદેશમાં ચટગાંવના સીતાકુંડાના કદમ રસુલ વિસ્તારમાં શનિવારે ઓક્સિજન પ્લાન્ટમાં વિસ્ફોટ થતાં આગ ફાટી નીકળતાં ઓછામાં ઓછા છ લોકોનાં મોત થયાં હતાં અને 30થી વધુ લોકો ઘાયલ થયાં હતા. સીમા ઓક્સિજન પ્લાન્ટમાં વિસ્ફોટ થયો હતો. ફાયર વિભાગની નવ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.
સત્તાવાળાઓએ વિસ્ફોટની તપાસ માટે સાત સભ્યોની તપાસ બોડીની રચના કરી છે અને તેને સાત દિવસમાં તેનો રિપોર્ટ સોંપવા માટે કહેવામાં આવ્યું છે. વધારાના જિલ્લા મેજિસ્ટ્રેટને તપાસ સંસ્થાના વડા બનાવવામાં આવ્યા છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, વિસ્ફોટથી આસપાસના બે ચોરસ કિલોમીટરનો વિસ્તાર હચમચી ગયો હતો. બ્લાસ્ટને કારણે આસપાસના વિસ્તારો ગાઢ કાળા ધુમાડામાં ઘેરાઈ ગયા હતા.
