Skip to main content
Settings Settings for Dark

નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા એલેસ બિયાલિઆત્સ્કીને 10 વર્ષ જેલની સજા

Live TV

X
  • સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન માટે ફંડ આપવા બદલ સજા કરવામાં આવી.

    બેલારુસની કોર્ટે નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા એલેસ બિયાલિઆત્સ્કીને શુક્રવારે 10 વર્ષ જેલની સજા ફટકારી છે. સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન માટે ફંડ આપવા બદલ અન્ય ત્રણ વ્યક્તિને પણ સજા કરવામાં આવી છે. વર્ષ 2020માં પ્રદર્શનો બાદ સરકારે તેઓની ધરપકડ કરી હતી. એલેક્ઝાંડર લુકાશેન્કો વર્ષ 1994થી રાષ્ટ્રપતિ છે, તેમના પર આરોપો છે કે, ગેરકાયદેસર માધ્યમો દ્વારા વિપક્ષને નબળા બનાવીને વારંવાર સત્તામાં આવી રહ્યા છે. વર્ષ 2022માં એલેસ બિયાલિઆત્સ્કીને નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. બેલારુસ સરકારે તેમના વિરોધને દબાવવા માટે અનેક વર્ષો સુધી કોશિશ કરી હતી. આ અગાઉ પણ એલેસ બિયાલિઆત્સ્કીને જેલની સજા ફટકારવામાં આવી હતી.

    એલેસ બિયાલિઆત્સ્કી કોણ છે?

    વર્ષ 1980ના દાયકામાં એલેસ બિયાલિઆત્સ્કી લોકતાંત્રિક આંદોલન શરૂ કરનાર વ્યક્તિઓમાંથી એક છે. વર્ષ 1996માં તેમણે વાયસના સંગઠનની સ્થાપના કરી હતી. વર્ષ 1996માં વિયાસના તેમણે વાયસના સંગઠનની સ્થાપના કરી હતી. તેમણે તેમનું સમગ્ર જીવન રાજનૈતિક કેદીઓ સામે થતા અત્યાચાર, લોકતંત્રની સ્થાપના અને શાંતિપૂર્ણ વિકાસ માટે સમર્પિત કરી દીધું છે. અનેક વર્ષો બાદ વિયાસનાનો માનવ અધિકાર સંગઠન તરીકે વિકાસ થયો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply