આજે છે "વિશ્વ વન્યજીવ દિવસ", જાણો આ દિવસનું મહત્વ
Live TV
-
વિશ્વ વન્યજીવ દિવસ ઉજવણીમાં વિશ્વમાં લુપ્ત થવાને આરે ઉભેલા વન્યજીવો, વનસ્પતિઓના સંરક્ષણ, સંવર્ધન અને જાળવણીની જાગૃતિ કેળવવા પ્રતિવર્ષ 3 માર્ચે "વિશ્વ વન્યજીવ દિવસ" મનાવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રએ 3 માર્ચના દિવસને વિશ્વ વન્યજીવ દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરી છે.
આ વખતે થીમ શું છે?
દર વર્ષે વિશ્વ વન્યજીવ દિવસ એક વિશેષ થીમ હેઠળ ઉજવવામાં આવે છે. આ વર્ષે વિશ્વ વન્યજીવ દિવસ 2023ની થીમ "Partnership for wildlife conservation(વન્યજીવ સંરક્ષણ માટે ભાગીદારી)" છે. આ થીમ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એવા લોકોને શ્રદ્ધાંજલિ અને સન્માન આપવાનો છે કે જેઓ વન્યજીવોના સંરક્ષણ માટે પગલાં લઈ રહ્યા છે.સંયુક્ત રાષ્ટ્ર અનુસાર, "આ આવતા વર્ષે, સંયુક્ત રાષ્ટ્ર એક વિશેષ ભાગીદારીની ઉજવણી કરી રહ્યુ છે કે જે વન્ય જીવો અને વનસ્પતિના નાશપ્રાય પ્રજાતિઓમાં આંતરરાષ્ટ્રીય વેપાર પર કન્વેંશનની 50મી વર્ષગાંઠ છે. આ કન્વેંશન સુનિશ્ચિત કરવા માટે સરકારો વચ્ચે એક આંતરરાષ્ટ્રીય કરાર છે કે જંગલી પ્રાણીઓ અને છોડના નમુનાઓમાં આંતરરાષ્ટ્રીય વેપારથી પ્રજાતિઓના અસ્તિત્વને જોખમમાં મૂકે નહીં. આજે, તે પ્રાણીઓ અને છોડની 37,000 થી વધુ પ્રજાતિઓને વિવિધ ડિગ્રીઓનું રક્ષણ પૂરું પાડે છે.
