Skip to main content
Settings Settings for Dark

બાંગ્લાદેશમાં સાત માળની ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળતાં 43નાં મૃત્યુ, 22 લોકો ઘાયલ

Live TV

X
  • ઈમારતમાંથી 75 લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા

    બાંગ્લાદેશની રાજધાનીમાં ઢાકામાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઢાકામાં સાત માળની એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ ફાટી નીકળતા 43 લોકોના મૃત્યુ થયા હતા અને 22 લોકો ઈજાગ્રસ્ત બન્યા. ઘાયલ લોકોને ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બાંગ્લાદેશના સ્વાસ્થ્ય મંત્રી સામંતલાલ સિંઘએ ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલ જઈ ઇજાગ્રસ્ત લોકો સાથે મુલાકાત કરી હતી. સ્વાસ્થ મંત્રીએ જણાવ્યું કે, હોસ્પિટલમાં  ઘાયલ લોકોની સારવાર કરવામાં આવી રહી છે.

    ફાયર અધિકારીઓના જણાવ્યા અનુસાર, બિલ્ડિંગના પહેલા માળે આવેલી એક રેસ્ટોરન્ટમાં ગુરુવારે રાત્રે લગભગ 9:50 વાગ્યે આગ ફાટી નીકળી હતી અને ઝડપથી પ્રસરી ગઈ હતી. સાત માળની ઈમારતમાંથી 75 લોકોને જેમતેમ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાંથી 42 લોકો બેભાન થઈ ગયા હતા. આ ઉપરાંત, 13 ફાયર સર્વિસ યુનિટ તૈનાત કરવામાં આવ્યા હતા. સ્વાસ્થય મંત્રી સેનને કહ્યું કે, ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં  33 લોકો અને શેખ હસીના નેશનલ ઇન્સ્ટિટ્યૂ ઑફ બર્ન એન્ડ પ્લાસ્ટિક સર્જરીમાં 10 લોકોના મૃત્યુને ભેટ્યા હતા. 

    આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. થોડી જ વારમાં આગ જ્વાળા ઉપરના માળ સુધી ફેલાઈ ગઈ હતી. ફાયર જવાનોએ બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલમાં 22 લોકોની સારવાર ચાલી રહી છે. જો કે, તેમાંથી કેટલાક હાલત હજુ પણ નાજુક છે.

    બીજી તરફ, ડૉક્ટરોનું કહેવું છે કે ઘણા મૃતદેહો એટલી ખરાબ રીતે બળી ગયા છે કે તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ બની હતી. જો કે, હજુ પણ મૃત્યુઆંક વધે તેવી સંભાવના છે. પ્રશાસનનું કહેવું છે કે,  આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
apply