બિલ ગેટ્સ ફાઉન્ડેશન ભારત સહિત 4 દેશોમાં મહિલાઓ માટે કામ કરશે
Live TV
-
બિલ એન્ડ મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશને ભારત સહિત 4 દેશોમાં મહિલા સશક્તિકરણને આગળ વધારવા માટે 1100 કરોડ રૂપિયા (170 મિલિયન અમેરિકન ડોલર) રોકાણ કરવાની જાહેરાત કરી છે. ભારત સિવાય કેન્યા, તંજાનિયા અને યુગાન્ડાને પણ તેમાં સામેલ કર્યુ છે. બિલ ગેટ્સ ફાઉન્ડેશને આ જાહેરાત ઇન્ટરનેશનલ મહિલા દિવસ (8 માર્ચ)ના એક દિવસ પહેલાં કરી છે.
ફાઉન્ડેશન અનુસાર, આ રોકાણમાં મહિલાને સશક્ત બનાવવા માટે જેન્ડર ઇક્વાલિટી, ડિજીટલ ફાઇનાન્શિયલ ઇન્ક્લૂઝન, મહિલાઓ માટે રોજગાર અને તેઓને એગ્રીકલ્ચરમાં સપોર્ટ કરવા જેવા ફિલ્ડ સામેલ કરવામાં આવ્યા છે.
ફાઉન્ડેશનના કો-ચેરપર્સન મિલિન્ડા ગેટ્સ અનુસાર, મહિલાઓ આર્થિક રીતે પોતાના અને પરિવારના જીવનને શ્રેષ્ઠ બનાવી શકે છે. જ્યારે મહિલાઓની પાસે પોતાના પૈસાય હોય છે અને તે ખર્ચ કરવાની આઝાદી હોય છે, ત્યારે તેઓમાં વિશ્વાસ અને તાકાતમાં વધારો થાય છે. આનાથી મહિલાએ એવા અલિખિત નિયમોને પણ બદલી નાખે છે જેમાં મહિલાઓને પુરૂષોથી ઓછા આંકવામાં આવે છે.
ફાઉન્ડેશનની માનીએ તો આ ઇન્વેસ્ટમેન્ટ તેમના પાછલા કમિટમેન્ટ પર આધારિત છે, તેમાં લિંગ સમાનતા માટે 519 કરોડ 64 લાખ (80 મિલિયન અમેરિકન ડોલર) અને મહિલાઓના આંદોલનને સમર્થન આપવા માટે 129 કરોડ 91 લાખ રૂપિયા (20 મિલિયન અમેરિકન ડોલર)નું રોકાણ કરવામાં આવ્યું હતું.