બ્રાઝિલમાં ભારે વરસાદથી કાળો કહેર, 24 લોકોના મોત, લાખો લોકો પૂરથી પ્રભાવિત
Live TV
-
બ્રાઝિલમાં ભારે વરસાદથી કાળો કહેર વર્તાયો છે. દક્ષિણપૂર્વ બ્રાઝિલના દરિયાકાંઠાના વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 24 લોકોના મોત થયા છે. સામાન્ય જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બની ગયું છે. લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. રાહત અને બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે. આ ભયાવહ પૂરની સ્થિતિમાં સેંકડો લોકો વિસ્થાપિત થયા છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા ડા સિલ્વાએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જણાવ્યું છે કે તેઓ આજે સોમવારે વધુ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે.