જાપાનમાં ભૂકંપના મોટા આંચકાથી ધરતી ધ્રુજી, રિએક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.5 નોંધાઈ
Live TV
-
જાપાનના હોક્કાઈડોમાં ભૂકંપના આંચકા થી ધરતી ધ્રુજી ઉઠી હતી. રિએક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.5 નોંધાઈ હતી. યુરોપીયન-મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર (EMSC)ના અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ઓબિહિરો શહેરથી 9 કિમી દૂર 112 કિમીની ઊંડાઈએ હતું. ઓબિહિરો 173,000 લોકોની વસ્તી ધરાવતું શહેર છે. પણ રાહતની વાત એ છે કે હજુ સુધી કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી. આપને એ પણ જણાવી દઈએ કે ગયા વર્ષે પણ જાપાનમાં ઘણી વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ક્યારેક 7.3 તો ક્યારેક 6.1ની તીવ્રતાના ભૂકંપ સામાન્ય બની ગયા છે. જાપાનમાં સૌથી મોટો ભૂકંપ 2011 માં આવ્યો હતો. આ ભૂકંપમાં લગભગ 18 હજાર લોકોના મોત થયા હતા.