ઉત્તર કોરિયાએ પૂર્વ સમુદ્ર તરફ બે ટૂંકી અંતરની બેલેસ્ટિક મિસાઈલ છોડતા હડકંપ
Live TV
-
અમેરિકા-દક્ષિણ કોરિયાના સંયુક્ત હવાઈ અભ્યાસ બાદ ઉત્તર કોરિયાએ પૂર્વ સમુદ્ર તરફ બે ટૂંકી અંતરની બેલેસ્ટિક મિસાઈલ છોડતા હડકંપ મચ્યો છે. 48 કલાકમાં ઉત્તર કોરિયાએ આ બીજી વખત મિસાઇલ છોડી છે. દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ્સ ઑફ સ્ટાફ (JCS)એ જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાના સુખોન વિસ્તારમાંથી સવારે 7 વાગ્યે મિસાઇલ પ્રક્ષેપણની ભાળ મળી છે. તો સામે ઉત્તર કોરિયાએ કહ્યું કે તેણે 395 કિમી અને 337 કિમી દૂરના લક્ષ્યોને નિશાન બનાવી બે પ્રોજેકટાઈલ છોડવામાં આવ્યા છે. મહત્વનું છે કે ઉત્તર કોરિયા દ્વારા આ પરીક્ષણ અમેરિકા અને દક્ષિણ કોરિયાના B-1B વ્યૂહાત્મક ભાગીદારીના ભાગરૂપે રવિવારે સંયુક્ત હવાઈ કવાયત હાથ ધર્યાના એક દિવસ બાદ કરવામાં આવ્યું છે.