અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને યુક્રેનના કિવની મુલાકાત લીધી
Live TV
-
ઝેલેન્સકીએ પણ અમેરિકી રાષ્ટ્રપતિની મુલાકાત પર ખુશી વ્યક્ત કરી
રશિયા-યુક્રેન યુદ્ધના એક વર્ષ પૂર્ણ થવા પહેલા યુએસ પ્રમુખ જો બાઈડેન યૂક્રેનના કિવની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા છે. એક વર્ષ પછી પણ રશિયા-યુક્રેનનું યુદ્ધ યથાવત છે, બંને દેશોએ યુદ્ધમાં ઘણું બધુ ગુમાવ્યું છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને યુક્રેનના કિવ ખાતે અચાનક મુલાકાત માટે પહોચ્યાં છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સ્કીએ તેમનું સ્વાગત કર્યું હતું. બંને નેતાઓ કિવના રસ્તાઓ પર પણ જોવા મળ્યા હતા.
રાષ્ટ્રપતિ જો બાઈડનની આ મુલાકાત, આશ્ચર્યજનક મુલાકાત માનવામાં આવે છે. કારણ કે આ મુલાકાત અંગે અગાઉ કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું ન હતું. ઝેલેન્સકીએ પણ અમેરિકી રાષ્ટ્રપતિની મુલાકાત પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે ભારપૂર્વક કહ્યું છે કે, આ યુક્રેન માટે અમેરિકાનું ખુલ્લું સમર્થન છે. યુક્રેન પહોંચીને બાઈડને સાબિત કરી દીધું છે કે અમેરિકા છેલ્લી ઘડી સુધી આ દેશની સાથે રહેશે.